આખલાએ મચાવ્યો આંતક : વૃદ્ધાને પેટમાં શીંગડા મારી આંતરડા કાઢી નાખ્યા બહાર!

મિત્રો દિવસેને દિવસે રોડ ઉપર રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે. ગીર સોમનાથના ઉનાનાં પાલડી પાસે એક આખલાએ વૃદ્ધ મહિલા ઉપર હૂમલો કર્યો હતો.

કરમણબેન બાબરીયા ઉપર આખલાએ જીવલેણ હુમલો કર્યો હતો.

આખલાએ આ મહિલાના પેટમાં એક પછી એક શિંગડાનો પ્રહાર કરતા મહિલાના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને આખરે આ આખલાને કાબૂમાં લેવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.

આ ઉપરાંત જૂનાગઢમાં પણ રખડતા ઢોરનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે.

હમણાં જ એક મહિલા ઉપર રખડતા ઢોરે હુમલો કર્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આવી જ એક ઘટના વડોદરામાં પણ બની હતી જેમાં આ રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો હતો.

એક ઢોર રસ્તા પર આવી જતા હાઇવે ઉપર પૂરઝડપે આવતી કારે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવેલો બાઇક સવાર કારમાં ઘુસી ગયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.