જાહેર જનતા માટે મોટા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

સૌરાષ્ટ્રમાં કાચામાલની જંગી આવકથી સિંગતેલના જથ્થાબંધ ભાવ અને રિટેલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં તેલનો ભાવ 25 રૂપિયા ઘટીને 1275 રૃપિયા થયો છે.

આ ઉપરાંત દિવસ દરમિયાન આશરે 15 થી 20 ટેન્કરના કામકાજ થયા હતા.

અભ્યાસુઓનું કહેવું છે કે બજારમાં સીંગતેલનો પૂરતો પુરવઠો હોવા છતાં માંગ ધીમી પડી છે જેના કારણે બ્રાન્ડ અને મિલો ભાવ ઘટાડવા લાગી છે.

સૌરાષ્ટ્રમાં કપાસીયા વોશનો ભાવ 10 રૂપિયાના ઘટાડા સાથે 1870-75 ઉપર સ્થિર હતો.

મલેશિયન પામ તેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 82 રેટિંગના કડાકા સાથે 4847 સપાટી પર બંધ થયો હતો.

કંડલા બંદર ઉપર પામતેલ હાજર રૂપિયા સાત ઘટીને 1160-65 રૂપિયા થયું હતું.

સોયા તેલ રૂપિયા પાંચના ઘટાડા સાથે 1205-07 થયું હતું.

સૌરાષ્ટ્રની ખાદ્યતેલ બજારમાં સીંગતેલ કપાસિયા તેલ અને પામતેલમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં સીંગતેલ નો ભાવ 2255-2305, કપાસિયા તેલનો ભાવ એક થી 2115-2145 અને પામ તેલ નો ભાવ 1915-1920 હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.