ખાદ્યતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો જંગી ઘટાડો : કેન્દ્ર સરકાર

મિત્રો દિવાળીના દિવસે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરીને લોકોને દિવાળી ભેટ આપી છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારના ખાદ્ય વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતની સાથે  તેલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

ભારતના અલગ-અલગ સ્થાનો પર આજે તેલની કિંમતમાં 7 રૂપિયા, 10 રૂપિયા, 18 રૂપિયા અને 20 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આગામી ૩૦ નવેમ્બર સુધીમાં લોકોને મફત અનાજ પણ આપવામાં આવશે.

સરકાર પણ લોકોને રાહત આપવા માટે ખાદ્યતેલના ભાવમાં હજુ પણ કઈ રીતના ઘટાડો લાવી શકાય તેના ઉપર વિચારણા કરી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.