2022માં થઈ શકે છે મોટી તબાહી : કોરોનાની ભવિષ્યવાણી કરનાર નાસ્ત્રેદમસની જાણી લો આ આગાહી

2021 નુ વર્ષ સમગ્ર વિશ્વ માટે ભયંકર સાબિત થયું છે. ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવેતા સદીઓ પહેલા તેમના પુસ્તકમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે અને તેની ભવિષ્યવાણી સત્ય સાબિત થઇ રહી છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2021ને લઈને પણ તબાહી અને મહામારીની ભવિષ્યવાણી કરી હતી અને આ ભવિષ્યવાણી સાચી પડી છે કારણ કે આખું વિશ્વ કોરોનાવાયરસની મહામારીમાં પીડાઈ રહ્યું છે.

આજે આપણે જાણીશું આવતા વર્ષ માટે નાસ્ત્રેદમસ દ્વારા કેવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.

બેકાબૂ થશે મોંઘવારી:

નાસ્ત્રેદમસે તેની ભવિષ્યવાણીમાં ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2022 માં મોંઘવારી ખૂબ જ વધશે અને ડોલરમાં કડાકો થશે.

આ ઉપરાંત સોના અને ચાંદીને જ સંપત્તિ માનવામાં આવશે.

પૃથ્વી સાથે ટકરાશે એસ્ટરોઇડ:

નાસ્ત્રેદમસની સૌથી ભયંકર ભવિષ્યવાણી એવી છે કે વર્ષ 2022 માં એક ઉલ્કાપિંડ પૃથ્વી પર આવીને પડશે જેને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થશે.

આ ઉપરાંત સમુદ્રનું પાણી વધવાના કારણે પૃથ્વીને મોટું નુકસાન થશે.

પરમાણુ બોમ્બ ફુટશે:

ભવિષ્યવાણી પ્રમાણે આગામી વર્ષોમાં પરમાણુ બોમ્બ ફૂટવાની પણ સંભાવના દેખાઈ રહી છે.

પરમાણુ બોમ્બ વિસ્ફોટના કારણે જળવાયુ પરિવર્તન પણ આવશે અને પૃથ્વીની પરિસ્થિતિમાં મોટા પાયે બદલાવ આવી જશે.

અંધારપટ થઈ જશે:

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2022 માં પહેલા તબાહી અને ત્યારબાદ શાંતિ આવશે.

આખી દુનિયામાં 72 કલાક એટલે કે ત્રણ દિવસ સુધી અંધારપટ્ટ છવાઈ જશે. કેટલાક દેશોમાં યુદ્ધ ખતમ થઇ જશે.

ફ્રાન્સમાં આવશે મોટું તોફાન:

ભવિષ્યવાણી પ્રમાણે ફ્રાન્સમાં ભયંકર તોફાન આવશે જેના કારણે દુનિયાના કેટલાક હિસ્સાઓમાં દાવાનળ અને દુકાળ પડશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવો પર કરશે હુમલો:

સમગ્ર વિશ્વમાં રોજે રોજ નવી નવી ટેકનોલોજી સામે આવી રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ, કોમ્પ્યુટર વગેરે માણસને નિયંત્રિત કરવામાં સક્ષમ બની જશે અને રોબોટ માનવજાતિ ઉપર હુમલો કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.