નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કરી હતી ભવિષ્યવાણી : યુદ્ધ જીતવા રશિયા યૂક્રેન પર અણુબોમ્બ ફેંકશે કે નહિ?

રશિયા અને યુક્રેન વચ્ચે 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે.

આ દરમિયાન વિશ્વના મહાન ભવિષ્યવેતા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સામે આવી છે આ ભવિષ્યવાણી તેમણે 500 વર્ષ પહેલાં કરી હતી.

અત્યાર સુધીમાં નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ નથી.

તેમની ભવિષ્યવાણીની વાત કરીએ તો હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11, ફ્રેન્ચ ક્રાંતિ વિશે સચોટ ભવિષ્યવાણીઓ કરેલી છે.

નાસ્ત્રેદમસનો જન્મ 1503 ના રોજ જર્મનીમાં થયો હતો અને તેનું મૃત્યુ 1566 ના રોજ થયું હતું.

નાસ્ત્રેદમસ તેમના પુસ્તકમાં રશિયા યૂક્રેન યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી હતી.

તેમણે લખ્યું હતું કે યુરોપનો એક દેશ પોતાની શક્તિથી આખી દુનિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે અને આ માટે તે તેની સરહદને અડીને આવેલા અન્ય નાના દેશ સાથે લડશે.

તેમણે એમ પણ લખ્યું હતું કે આ યુદ્ધમાં હજારો લોકો માર્યા જશે અને ઘણા લોકો તેમના ઘર છોડીને અન્ય દેશોમાં ભાગી જવા માટે મજબૂર થશે.

નાસ્ત્રેદમસે એમ પણ લખ્યું છે કે મોટા દેશના શાસક પોતાની હાર જોઈને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનો વિચારશે.

પરંતુ લાખો લોકોના મોત અને ત્રીજા વિશ્વયુદ્ધના ભયના કારણે તે જમીનની સ્તરે જ લડાઈ ચાલુ રાખીને જે તે દેશ પર વિજય મેળવશે.

આ ઉપરાંત નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા વિશ્વને કોરોનાવાયરસ વિશેની ચેતવણી પણ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે 21મી સદીમાં દુનિયા ભયાનક બીમારીમાં સપડાઈ જશે જે લાખો લોકોના જીવ લેશે અને આ જીવલેણ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાશે અને આખી દુનિયા તેનાથી પ્રભાવિત પણ થશે અને વર્ષ 2024 સુધીમાં આ મહામારી સંપૂર્ણ રીતે નાબૂદ થઇ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.