જો તમારા ખિસ્સામાં આ પ્રકારની નોટ હોય તો થઈ જાવ સાવધાન, હવે RBI બંધ કરશે આવી નોટ!!

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઇ દ્વારા ચલણી નોટો પર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકો જૂની ખરાબ થયેલી અને ફાટેલી નોટોનો ઉપયોગ કરતા હોય છે. જોકે હવે આરબીઆઇ દ્વારા આ પ્રકારનો નિર્ણય લીધા બાદ નોટોની ફિટનેસની તપાસ કરવામાં આવશે.

આરબીઆઈ દ્વારા બેન્કોને નોટ ગણવાના બદલે નોટોના ફિટનેસ ચેક કરવાના મશીનોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.

આરબીઆઇના આ નિર્દેશ પ્રમાણે દર ત્રણ મહિને નોટોની ફિટનેસની તપાસ કરવામાં આવશે. હવે તમારા ખિસ્સામાં રહેલી નોટ ફીટ છે કે અનફીટ તે નક્કી કરવા માટે આરબીઆઇ દ્વારા 11 ધારા-ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

હવે આપણે જાણીશું કે આપણી પાસે રહેલી નોટ આ 11 ધોરણોમાં કઈ રીતે બંધબેસતી થાય છે અને જાણીશું કે આપણે નોટ ફીટ છે કે અનફિટ???

1. જે નોટો ખૂબ જ ગંદી જોવા મળશે અને તેના ઉપર ઘણી બધી ધૂળ લાગેલી હશે તો આ મામલે નોટો અનફીટ માનવામાં આવશે.

2. જ્યારે નોટ લાંબા સમયથી માર્કેટમાં ઘુમતી રહે છે જેને કારણે તે ખૂબ જ ઢીલી થઈ જાય છે જેથી લુઝ નોટ છે તે અનફિટ ગણાશે જ્યારે કડક નોટ ફિટ કેટેગરીમાં આવશે.

3. કિનારેથી ફાટેલી અથવા વચ્ચેથી ફાટેલી નોટોને અયોગ્ય ગણવામાં આવશે.

4. જો નોટમાં બનેલ ડોગ ઈયર્સનો વિસ્તાર 100 વર્ગ મિલીમીટરથી વધુ હશે તો તેને અનફિટ ગણવામાં આવશે.

5. જો નોટમાં આઠ ચોરસ મિલીમીટરથી મોટા કાણા હશે તો તેને અનફિટ ગણવામાં આવશે.

6. જો નોટમાં કોઈપણ પ્રકારનો ગ્રાફિક ફેરફાર હશે તો તેને પણ અનફિટ માનવામાં આવશે.

7. જો નોટ ઉપર વધુ ડાઘ, પેનની શાહીના નિશાન વગેરે હશે તો તેને અનફિટ ગણવામાં આવશે.

8. જો નોટ પર કાંઈક લખ્યું હશે કે નોટ ઉપર કોઈપણ પ્રકારની પેઇન્ટિંગ વાળી નોટ હોય તો તેને અનફીટ ગણવામાં આવશે.

9. નોટનો રંગ ઉડી જાય તો તે અનફિટ નોટ ગણવામાં આવશે.

10. ફાટેલી નોટ ઉપર કોઈપણ પ્રકારની ટેપ કે ગુંદર લગાવેલો હશે તો તે અનફીટ ગણાશે.

11. જો નોટનો રંગ જતો રહ્યો હોય કે આછો થઈ ગયો હોય તો તેને પણ અનફિટ જાહેર કરવામાં આવશે.

આરબીઆઈ દ્વારા આ પ્રકારની નોટોને ઓળખવા માટે મશીનને અપડેટેડ કરી રહી છે. આ પ્રકારના મશીનો નોટોને ઓળખીને બજારમાંથી બહાર કરી દેશે.

આરબીઆઈ દ્વારા તમામ બેન્કોને આ પ્રકારના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સાથે તેની ગંભીરતાથી કાળજી લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.