આવી ગઈ છે કેરીની મહારાણી: 1200 રૂપિયાની એક કેરી અને 300 ગ્રામનો એક ગોટલો

ભાવ સાંભળીને કાન પહોળા થઇ ગયા છે ને? 1000 રૂપિયાની એક કેરી અને આ કેરીનું નામ પણ ખૂબ જ કર્ણપ્રિય છે જે તમને સાંભળવું પણ બહુ જ ગમશે.

નામ છે નૂરજહાં.

કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે પણ ફળોની મહારાણી કોણ છે?

નુરજહા જે કેરીની એક વેરાઈટી છે. બધી જગ્યા પર આ કેરી નથી થતી માત્ર ને માત્ર મધ્યપ્રદેશમાં જ તેનું ઉત્પાદન થાય છે અને એ પણ માત્ર એક જ જિલ્લામાં.

આ કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા વિસ્તારમાં થાય છે.

આ વિસ્તાર ઇન્દોરથી લગભગ 250 કિ.મી દૂર છે અને તે ગુજરાતથી જોડાયેલો વિસ્તાર છે.

ત્યાંના ખેડૂતે જણાવ્યું કે આ એક કેરીની કિંમત 500 થી 1000 રૂપિયા સુધીની હોય છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ સારું થયું છે.

કટ્ટીવાડાના એક ખેડૂતના બગીચામાં નૂરજહાં કેરીના ત્રણ વૃક્ષ છે જેમાં અંદાજે 250 કેરીનું ઉત્પાદન થયું છે અને આ કેરીનું બુકિંગ અગાઉથી જ થઇ જાય છે.

સૌથી વધારે બુકિંગ ગુજરાતમાંથી થાય છે.

આ નૂરજહાં કેરીના વજનની વાત કરીએ તો આ વખતે એક નૂરજહાં કેરીનું વજન 2 કિલોથી લઈને 3.5 કિલો સુધીનું છે.

નૂરજહાં કેરીની લંબાઈ એક ફૂટ સુધીની હોય છે અને તે કેરીનો એક ગોટલો 2૦૦ થી 300 ગ્રામનો હોય છે તેમ એક ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ નૂરજહાં કેરીના વૃક્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માંજર લાગી જાય છે અને જૂનની શરૂઆતમાં કેરી પાકીને તૈયાર થઈ જાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.