ધારાસભ્ય થઈ ગયા છે ગાયબ : શોધી આપનારને ઇનામમાં મળશે એક મરઘી!

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને શિવસેના વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

અને આ દરમ્યાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અંગેના પોસ્ટરો દેખાયા હતા.

પોસ્ટરમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે વિશે એવું લખવામાં આવ્યું છે કે આ વ્યક્તિ ગાયબ છે.

  • નામ : નિતિશ નારાયણ રાણે
  • ઉંચાઈ : દોઢ ફૂટ
  • રંગ : ગોરો
  • ઓળખ :  નેપાળી જેવી આંખો ચમકદાર

માહિતી આપનારને એક મરઘી ઈનામના રૂપમાં આપવામાં આવશે.

એવું કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટરમાં મરઘીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં નારાયણ રાણેના વિરોધીઓ ઘણા સમયથી તેને મરઘીચોરના નામથી તેમની મજાક ઉડાવે છે.

હાલમાં પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના પોસ્ટરો અને બેનરો હટાવી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાના તાજેતરના શિયાળુ સત્ર દરમિયાન આદિત્ય ઠાકરેની એન્ટ્રી વખતે નિતેશ રાણે “મ્યાઉ મ્યાઉ” કહ્યું હતું આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.