વર્ષની સૌથી મોટી એકાદશી એટલે નિર્જળા ભીમ એકાદશી, જાણો આ દિવસે શું કરવું? શું ના કરવું?

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે નિર્જળા એકાદશી વિશે. આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

મિત્રો હિન્દુ ધર્મમાં જેવી રીતે જન્માષ્ટમી, શિવરાત્રીનો તહેવાર મહત્વ ધરાવે છે તેવી જ રીતે વર્ષમાં આવતી દરેક એકાદશીનો ખૂબ જ મહત્વ હોય છે પરંતુ તેમાં પણ જેઠ માસની સુદ પક્ષની નિર્જળા એકાદશી એટલે કે સોના ઉપર સુહાગા જેવો તહેવાર.

આ એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સુદ અને વદ પક્ષની કુલ 24 એકાદશીનું પુણ્ય ફળ મળે છે.

મિત્રો આ એક એવી એકાદશી છે જેણે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. આ દિવસે કરવામાં આવતા જપ, તપ, મંત્ર, દાન અનેક ગણું ફળ આપે છે.

નિર્જળા એકાદશી પર શું કરવું જોઈએ :

એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ કરવો.

આ દિવસે પુણ્ય મેળવવા માટે દાનમાં પાણી અને ઘડાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ દિવસે અનાજ, કપડાં, છત્રી, પંખા, ફળનું દાન કરવામાં આવે છે.

નિર્જળા એકાદશીના દિવસે રોજ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી જળ રહિત રહીને એકાદશીનું વ્રત કરવાનો નિયમ છે અને જો આવું ના થઈ શકે તો જ્યાં સુધી પાણી વગર રહેવાય ત્યાં સુધી રહો.

એકાદશીના દિવસે ભગવાન શ્રીવિષ્ણુની પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, મોસમના ફળો અને ધૂપ-દીપ વગેરેથી પૂજા કરવી જોઈએ.

એકાદશીના દિવસે ગીતાનો અધ્યાય વાંચવો જોઈએ કે શ્રવણ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને જો આ ન થઈ શકે તો આખો દિવસ મનમાં “ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર” નો જાપ કરવો જોઈએ.

આ ઉપરાંત રાત્રી દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના ભજન, કીર્તન, સ્તુતિ દ્વારા થાય તેટલું જાગરણ કરવું જોઈએ.

આ ઉપરાંત એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે સૂર્યોદય પહેલાંથી શરૂ કરીને બીજા દિવસ સૂર્યોદય સુધી શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને મંદિરમાં જઈને તમે દીપદાન પણ કરી શકો છો.

આ દિવસે ભગવાન વિષ્ણુના પૂજન સાથે પીપળાના ઝાડને, તુલસીના છોડની પણ સવાર-સાંજ દીવો કરીને પૂજા કરવી જોઈએ. જો શક્ય હોય તો તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામના સ્ત્રોતનું પઠન શ્રવણ કરવું જોઈએ.

આ એકાદશી ગરમીના સમયમાં આવતી હોવાથી ઠંડી વસ્તુઓનું દાન કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગોદાન, કપડાં, છત્રી, પગરખાં વગેરેનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

નિર્જળા એકાદશી ના દિવસે શું ના કરવું જોઈએ :

એકાદશીનો ઉપવાસ હોય કે ના હોય તમારે લસણ, ડુંગળી, માસ, માછલી, ઇંડા વગેરે જેવા તામસિક ગુણો ધરાવતી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

નિર્જળા એકાદશી ના દિવસે પલંગ કે ખાટલા પર તથા બપોરે સૂવું ન જોઈએ જમીન પર પથારી કરીને રાત્રિએ જ સુવું.

આ દિવસે ઘરના માતા-પિતા કે બહારના અન્ય કોઈ વ્યક્તિના હૃદયને ઠેસ પહોંચે કે અપમાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.

એકાદશીના દિવસે નશીલી વસ્તુઓ જેમ કે પાન-મસાલા, શરાબ વગેરેનો ત્યાગ કરવો જોઈએ.

એકાદશીના દિવસે કોઇપણ ચાડી-ચુગલી ના કરવી, ખોટું ન બોલવું અને ખાસ આ દિવસે જુગાર ના રમવો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.