સુરતમાં બની હચમચાવી દે તેવી ઘટના : દસ વરસની દીકરી ઉપર સગા બાપે આચર્યું દુષ્કર્મ

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીઓ દિવસે-દિવસે વધતી જઈ રહી છે જે ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

થોડા સમય પહેલાં જ ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત સુરતની સુરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં એક દસ વર્ષિય બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા સમગ્ર શહેરમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

સુરતમાં જે રીતે ગુનાઓ વધતા જઈ રહ્યા છે તે જોતાં સમાજ માટે એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે ત્યારે વધુમાં ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે જેને કારણે સમગ્ર શહેરમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની એક માસૂમ બાળકી ઘરમાં હતી ત્યારે સગા બાપે કિશોરીને ડરાવીને એકલતાનો લાભ ઉઠાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર પિતા ત્યાંથી ભાગી ગયો હતો જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું.

ત્યારબાદ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ દાખલ થતાં જ ગણતરીના કલાકોમાં પોલીસે હવસખોર પિતાને પકડી પાડયો છે.

મળતી માહિતી પ્રમાણે ચાર મહિના પહેલાં જ નેપાળથી આ પરિવારો રોજીરોટી માટે સુરત આવ્યો હતો જ્યાં નરાધમ પિતાએ પોતાની સગી દીકરી ઉપર નજર બગાડી ને આ દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું છે કે હવસખોર બીજું કોઈ નહીં પરંતુ દીકરીનો સગો બાપ છે.

સુરત પોલીસ દ્વારા આ હવસખોર સગા બાપને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.