અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, દિવાળી બાદ માવઠાની આગાહી : ખેડૂતો ખાસ જુઓ

મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે વાતાવરણમાં અચાનક પલટો જોઈ રહ્યા છીએ. ઘણા વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યાં છે અને ઘણી જગ્યાએ સખત તડકો પણ પડી રહ્યો છે.

ત્યારે હવામાનના મોડલને જોતા એવું લાગી રહ્યું છે કે દિવાળી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

દક્ષિણ ભારતના છેવાડાના દરિયાકાંઠાના વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે અને ધીમે ધીમે તે ઉત્તર-પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધશે.

જ્યારે આ સિસ્ટમ એટલે કે લો પ્રેશર અરબ સાગરમાં આવશે ત્યારે તેની તીવ્રતા વધશે અને તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

મોડલના એનાલિસિસ પરથી લાગી રહ્યું છે 8 નવેમ્બરની આસપાસ આ સિસ્ટમ મહારાષ્ટ્રની આસપાસ પહોંચી જશે.

પરંતુ આ માત્ર પ્રાથમિક અનુમાન છે અત્યારે આના વિશે કોઈ સચોટ આગાહી ના કરી શકાય કેમકે સિસ્ટમમાં હજુ મોટા મોટા ફેરફાર પણ થઈ શકે છે.

ટૂંકમાં હાલમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમ ભવિષ્યમાં કેવી મજબૂત થશે અને કઈ દિશામાં આગળ વધે છે તેનો ખ્યાલ આગામી દિવસોમાં જ આવશે પરંતુ મોડેલના આધારે એવું લાગી રહ્યું છે આ સિસ્ટમ દિવાળી બાદ ગુજરાત તરફ આવશે અને હવામાન અસ્થિર થઈ જશે.

દિવાળી બાદ ગુજરાતમાં માવઠાંની સંભાવના ગણી શકાય. એટલા માટે ખેડૂત મિત્રોએ પોતાના ખેતીવાડીના કાર્યો ઝડપથી પૂરા કરી લેવા જોઈએ જેથી કરીને જો આવી કોઇ સિસ્ટમ આવે તો આપણે નુકસાનથી બચી શકીએ.

આ સિસ્ટમ વિશેની રેગ્યુલર અપડેટ તમને આ વેબસાઈટ ઉપર મળતી રહેશે એટલા માટે આપણા ફેસબુક પેજને લાઈક કરી લેજો અને માહિતી અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.