ભાગીને લગ્ન કરનાર દીકરીઓ માટે પાટીદાર સમાજ બનાવશે નવો કાયદો

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસેને દિવસે પટેલ સમાજની દિકરીઓ પ્રેમલગ્ન તરફ આગળ વધી રહી છે અને ભાગીને લગ્ન કરી રહી છે જ્યારે તે આવું પગલું ભરે છે ત્યારે તેના માતા-પિતાને બિલકુલ ખબર નથી હોતી.

ચોરાસી કડવા પાટીદાર સમાજની દિકરીઓ માટે કાયદો બનાવવા માંગ કરવામાં આવી છે જેમાં સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે.

જો કોઈ દીકરી ભાગીને લગ્ન કરે તો કાયદો બનાવવા માટે માંગ કરવામાં આવી છે જેમાં લગ્નની નોંધણીમાં માતા-પિતાની ફરજિયાત કરવા માંગ કરાઇ છે.

દીકરી ભાગીને લગ્ન કરે તો મિલકતમાંથી નામ કમી થાય તે માટે સમાજ સરકારને રજૂઆત કરશે.

પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે નવો કાયદો બનાવવા માટે મહેસાણાનો ચોર્યાસી કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે.

પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનાવવા લડત કરશે અને સરકારને રજૂઆત કરશે.

આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માટેની માંગ કરી ચૂક્યું છે.

મહેસાણા જિલ્લાના ચોરાસી કડવા પાટીદાર સમાજ બહુ મોટો છે અને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે.

આ સમાજે વર્ષો પહેલા પ્રેમ લગ્ન સંબંધિત ઝુંબેશ પણ શરુ કરી હતી જેને હવે ફરીથી શરૂ કરવામાં આવશે.

ચોરાસી કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જો કોઈ દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમ જાળમાં ફસાઈને ભાગી જાય તો પ્રેમલગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એવી સરકાર પાસે માગણી કરાશે.

આ ઉપરાંત દીકરીના પ્રેમ લગ્નમાં માતા-પિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ના કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક્ક નીકળી જાય.

તો મિત્રો આ કાયદા વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.