ખતરનાક ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, મચ્યો હાહાકાર, જાણો તેના લક્ષણો

ગુજરાતમાં કોરોના નવા વેરિઅંટ ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગાંધીનગરમાં સીએમના નિવાસ સ્થાને તાબડતોબ એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આરોગ્ય મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી અને તેને લઈને સાવચેતીના પગલા મુદ્દે મોટું મંથન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના જામનગર જિલ્લામાં ઓમિક્રોન પ્રથમ કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે જેમાં ભારત સરકાર દ્વારા આ નવા કોરોનાવાયરસ નવા વેરિએન્ટને લઈને જે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત તાત્કાલિક ધોરણે સંક્રમિત વ્યક્તિના પરિવાર અને વિસ્તારમાં સઘન ચેકિંગની સૂચના પણ આપવામાં આવી છે.

આ ઊપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ વધુ તપાસ તેજ બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર દેશમાં કોરોનાવાયરસના નવા વેરીયંટ લઈને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિએન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે.

જામનગરમાં કોરોનાવાયરસના દર્દીનો રિપોર્ટ પુણે મોકલવામાં આવ્યો હતો અને ત્યાં રિપોર્ટમાં બહાર આવ્યું છે કે આ દર્દી ઓમિક્રોનથી પીડિત છે અને આ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી ગુજરાતમાં આવ્યો હતો.

ચોંકાવનારી વાત તો એ છે કે આ દર્દીએ કોરોનાના બન્ને ડોઝ લીધા હતા તેમ છતાં તે આ નવા વાયરસના ઝપેટમાં આવી ગયો.

આ વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોની તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ ઓમિક્રોનના કુલ 671 કેસ સામે આવ્યા છે અને દિવસે ને દિવસે આ કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે.

આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો થાક લાગવો, શરીરમાં દુખાવો, માથાનો ખૂબ જ દુખાવો વગેરે લક્ષણો છે.

ગુજરાતના મંત્રી જીતુભાઇ વાઘાણીએ પણ આ બાબતે મોટું નિવેદન આપ્યું છે કે સરકાર ઓમિક્રોનને લઇને ચિંતિત છે અને તમામ પ્રકારના સાવચેતીના પ્રયાસો કરી રહી છે.

આ ઉપરાંત તમામ નાગરિકોને અપીલ કરી છે કે નવા વેરિએન્ટથી ગભરાવવાની જરૂર નથી અને દરેક લોકોએ સતર્ક અને સાવચેત રહેવું પડશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.