વાહનચાલકો સાવધાન / હવે જો ભૂલથી પણ નંબર પ્લેટ સાથે આવું કર્યું તો ગયા સમજો, થઈ શકે છે જેલ સુધીની સજા

મિત્રો વાહનચાલકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે ભૂલથી પણ જો તમે કોઈ નંબર પ્લેટ સાથે ચેડા કરશો અથવા તમારી નંબર પ્લેટ વાળેલી દેખાશે તો તમારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આપણે જાણીએ છીએ કે વાહનચાલકો ઓનલાઇન મેમોથી બચવા માટે જાત-જાતનાં નુસખાઓ કરતા હોય છે અને પોતાની નંબર પ્લેટ વાળીને પણ રાખતા હોય છે અથવા તેના ઉપર કંઈક એવી વસ્તુનુ લગાવી દે છે.

જેનાથી ઓનલાઇન મેમો આવી શકતો નથી ત્યારે આ વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે અને પોલીસ હવે આ વાહનચાલકોને પકડવા વધુ એક્શન મોડમાં આવી ગઈ છે.

વાહન નંબરપ્લેટમાં કોઈ પ્રકારની છેડછાડ કરવી આ બધા ગુનામાં જેલની સજા પણ થઇ શકે છે કારણ કે…

ઘણી વાર જ્યારે ટ્રાફિક પોલીસ કોઇ વાહનચાલક જ્યારે ટ્રાફિકના નિયમો તોડતો હોય છે અને તેને ઓનલાઈન દંડ ફટકારવાનો હોય ત્યારે સીસીટીવીમાં તેમની નંબર પ્લેટ વાળેલી હોય અથવા કોઈ છેડછાડ કરેલી હોય તો સંપૂર્ણ દેખાતી નથી.

જેને કારણે એ વાહનચાલક દંડમાંથી બચી જાય છે ત્યારે આવા પ્રકારના વાહન ચાલકોની હવે ખેર નથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારનો ગુનો કરનારને જેલની સજા થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે રાજ્યમાં અવાર-નવાર ટ્રાફીક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવે છે.

હાલમાં જ રાજ્યમાં 6 માર્ચથી લઈને 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટ ન પહેરનારને દંડ કરવામાં આવે છે.

ત્યારે હવે વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે ડ્રાઈવમાં જ પોલીસ નંબર પ્લેટ વિનાનાં વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરશે.

આ ઉપરાંત નંબર પ્લેટ ના લગાવી હોય તો જલ્દી લગાવી દેજો અથવા તૂટી ગઈ હોય તો તુરંત નવી લગાવી લેજો નહીં તો મસમોટો દંડ ભરવો પડશે અથવા તો અન્ય કોઇ કડક કાર્યવાહી પણ થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.