સાવધાન : કોરોના જેવા જ નવા વાયરસની ભારતમાં એન્ટ્રી, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

મિત્રો એક બાજુ આપણે કોરોના વાયરસથી પરેશાન છીએ ત્યાં બીજો એક નવો તેના જેવો જ વાયરસ ભારતમાં આવ્યો છે જેનું નામ છે નોરો વાયરસ.

નોરો વાયરસ એક નાનો વાયરસ છે જે ચેપગ્રસ્ત વસ્તુને ગળી જવાથી માનવ શરીરમાં પહોંચે છે. આ વાઇરસ જીવલેણ નથી અને અમેરિકામાં આ વાયરસના સંક્રમણની સંખ્યા ખૂબ જ વધારે છે.

નોરો વાયરસ સામાન્ય રીતે દૂષિત ખોરાક, દૂષિત પાણી અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

વાયરસથી સંક્રમિત વ્યક્તિને ઊલટી અને ઝાડાની સમસ્યા રહે છે પરંતુ થોડાક દિવસમાં વ્યક્તિ સાજો થઇ જાય છે અને આ સંક્રમણ શિયાળામાં વધુ જોવા મળે છે અને આ વાયરસ પશુઓ દ્વારા માણસમાં ફેલાય છે.

આ વાઇરસ કેરળના વાયનાડ જિલ્લામાં જોવા મળ્યો છે. કેરળ સરકારે કહ્યું કે લોકોએ આ વાયરસથી સાવધાન રહેવાની જરૂર છે કેમકે આ વાયરસથી ઉલટી અને ઝાડા થવા લાગે છે.

ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે કેમ કે વધુ પડતી ઉલટી અને ઝાડા ને કારણે સ્થિતિ ગંભીર પણ બની શકે છે.

આ વાયરસ સામે લડવા માટે દર્દીને કોઇ પ્રકારની ખાસ દવા આપવામાં નથી આવતી.  માત્ર આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ ઘરે આરામ કરવાનો હોય છે અને ઉકાળેલું પાણી પીવું જોઈએ.

આ ઉપરાંત જ્યારે પણ ખોરાક લઇએ તેની પહેલા અને સૌચાલય ગયા પછી સાબુથી હાથ સારી રીતે ધોવા જોઈએ.

આ વાયરસ પાણીમાં પણ ભળી જાય છે અને તેના દ્વારા ફેલાય છે જેથી કેરળ સરકાર પાણીના શુદ્ધિકરણ માટે પાણીમાં વધુ chlorine ઉમેરી રહી છે.

આ રોગ સામે લડવા માટે સરકારે સુપર ક્લોરીનેશન પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે જેમાં પાણી પુરવઠામાં વધારાનો chlorine ઉમેરીને રાસાયણિક પ્રક્રિયાને વેગ આપી ટૂંકા ગાળામાં આ જીવાણુઓ કે જે પાણીમાં હોય છે તેને નાશ કરવામાં આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.