લગ્ન પ્રસંગમાં માત્ર 100 વ્યક્તિને જ મંજુરી : જાણો નવી ગાઈડલાઈન

મિત્રો કોરોનાનું સંક્રમણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ રાજ્ય સરકારો દ્વારા કડક પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

રાજસ્થાન સરકારે કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે લગ્નને લઈને ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

રાજસ્થાન સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં અત્યાર સુધીમાં પાંચ વખત ફેરફાર કરવામાં આવ્યા છે.

પહેલા લગ્નમાં માત્ર 50 વ્યક્તિ ભેગા થઈ શકે એવો નિયમ હતો પરંતુ ત્યારબાદ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને તેમાં વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં નવી ગાઇડલાઇન પ્રમાણે રાજસ્થાનમાં લગ્નમાં માત્ર 100 વ્યક્તિ ભેગા થઈ શકે છે.

જેમાં બેન્ડ બાજા વાળા લોકોની સંખ્યા અલગથી ગણવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારે પણ કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં રાજકીય-સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમોમાં મહત્તમ 150 વ્યક્તિ એકત્રિત થઈ શકશે.

લગ્નમાં ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિ અને બંધ જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50% મહત્તમ 150 વ્યક્તિ એકત્રિત થઈ શકે છે.

આ ઉપરાંત લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

સરકારના આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પોલીસ દ્વારા હાલમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.