ગુજરાત સરકારે જાહેર કરી નવી કોરોનાની ગાઈડલાઈન : જુઓ કેવા લાગ્યા પ્રતિબંધો?

મિત્રો ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો આવતા રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ સહિતના કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડિયાદ શહેરની અંદર રાત્રી કર્ફ્યુ રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.

શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, ગુજરી, બજાર, સ્પા, બ્યુટી પાર્લર વગેરે વ્યાપારિક ગતિવિધિ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટ 75 ટકા બેઠક ક્ષમતા સાથે રાતના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. Home delivery સેવાઓ 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજકીય-સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો ખુલ્લુ મેદાન હશે તો એકત્રિત થઈ શકશે અને બંધ સ્થળ છે તો જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ મહતમ 400 લોકો ખુલ્લી જગ્યામાં અને બંધ જગ્યામાં ક્ષમતાના 50 ટકા લોકો એકત્ર થઇ શકશે.

સિનેમાહોલ, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ હોલ, મનોરંજક સ્થળો વગેરે બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ ધોરણ એક થી નવ ની શાળાઓમાં તાત્કાલિક ધોરણથી ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારી ગાઈડલાઈન્સના પાલન સાથે શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓની ભરતી પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે.

આ તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો સંચાલકો કર્મચારીઓ તેમજ અન્ય તમામ વ્યક્તિઓ માટે રસીના બે ડોઝ ફરજીયાત રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.