રસ્તા પર નીકળતા પહેલા વાંચી લેજો : જો તમે ભૂલથી પણ આ બે વાહનોની આગળ આવ્યા હોય તો 10000 રૂપિયાનો દંડ થશે

મિત્રો તમે તમારું વાહન લઇને રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો તો તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે ટ્રાફિકના નિયમોનો પાલન નહિં કરો અને ભંગ કરતા પકડાઈ જાવ છો તો તમારું ચલણ કપાઇ શકે છે.

મિત્રો માત્ર ચલણ જ નહીં પરંતુ ટ્રાફિકના અનેક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમારે જેલની હવા પણ ખાવાનો વારો આવી શકે છે.

ઘણી વખત લોકોને નિયમોની જાણકારી હોતી નથી અને માહિતીના અભાવને કારણે ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ જતો હોય છે.

મિત્રો તમે રસ્તા ઉપર વાહન લઇને સફર કરી રહ્યા હો તો ટ્રાફિકના મૂળભૂત નિયમો વિશે તમારી પાસે જાણકારી હોવી જોઈએ એટલે જ અવારનવાર ઘણા ટ્રાફિકના નિયમોની જાણકારી માટે કાર્યક્રમો પણ યોજાતા હોય છે.

આપણે સાંભળ્યું છે કે જ્યારે રસ્તામાં આપણી પાછળ કોઈ એમ્બ્યુલસ આવતી દેખાતી હોય અથવા કોઈ ફાયર વિભાગની ગાડી આવતી હોય તો આપણે તેને રસ્તો આપી દઈએ છીએ કેમકે આ નૈતિક આધાર પર જરૂરી છે.

જો આ પ્રકારના વાહનો સમયસર પોતાના સ્થાને પહોંચી જાય તો તેઓ કોઈનો જીવ બચાવી શકે છે એટલા માટે સરકારે તેની સાથે જોડાયેલા નિયમો પણ બનાવી રાખે છે.

મિત્રો હાલના ટ્રાફિકના નિયમો પ્રમાણે કોઈ ડ્રાઇવરે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્કર જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો આપો ફરજિયાત છે.

ઉદાહરણ તરીકે આપણે આ બે વાહનોના નામ લીધા છે આ સિવાય બીજા ઘણા પણ એવા ઇમરજન્સી વાહનો છે તેમને દરેકે રસ્તો આપવો જોઈએ તે આપણી ફરજ છે.

આવું ન કરવા પર તમારૂ ચલણ કપાઈ શકે છે. મોટર વ્હીકલ અધિનિયમ 2019 હેઠળ ઇમરજન્સી વાહનો માટે માર્ગ ન આપવા બદલ 10000 રૂપિયા સુધીનું ચલણ કપાઇ શકે છે અને સુધારેલા એમ.વી.એક્ટ કલમ 194-ઈ હેઠળનું ચલણ કાપવામાં આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.