સાવધાન : વધુ એક વાવાઝોડાનો ખતરો, આજે આ જગ્યાએ સર્જાઇ શકે છે લો પ્રેશર

મિત્રો આપણે જાણીએ છીએ કે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ અસર જોવા મળી હતી.

આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો સાથે સાથે બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના અમુક વિસ્તારોમાં પણ સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ પડયો હતો.

આ ગુલાબ વાવાઝોડું ગુજરાત પર પસાર થઈને અરબ સાગરમાં જઈને ફરીથી શાહીન વાવાઝોડાનાં રૂપમાં પરિવર્તિત થયું હતું અને ઓમાન દેશમાં ટકરાયું હતું અને ત્યાં પણ ભારે નુકસાની જોવા મળી હતી ત્યારે હવે ફરીથી અંદમાન સાગરમાં એક લો પ્રેસર સક્રિય થઇ રહ્યું છે જે ભવિષ્યમાં વાવાઝોડાનું રુપ ધારણ કરી શકે છે.

મોટાભાગના ખેડૂતોનો પાક હાલમાં તૈયાર થઇ ચૂક્યો છે ત્યારે આવા સંજોગોમાં વાવાઝોડું આવશે તો પાકને ભારે નુકશાન થઇ શકે છે.

મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા 10 ઓક્ટોબર ની આજુબાજુ એક અંદમાન સાગરમાં લો-પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે આગામી ચારથી પાંચ દિવસમાં ઓડીશા અને ઊત્તર આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે.

સામાન્ય રીતે ઓડિશામાં વાવાઝોડા બે સમયગાળામાં આવે છે એક ચોમાસા પહેલા અને બીજું ચોમાસા પછી, જેમાં ચોમાસા પછીના સમયગાળામાં ઓડિશામાં સૌથી વધારે વાવાઝોડાં આવતા હોય છે અને અત્યાર સુધીના સૌથી ભયાનક વાવાઝોડા ઓડિશામાં જ આવ્યા છે.

જેમાં ખાસ કરીને 29 ઓક્ટોબર 1999 માં જે સુપર સાયક્લોન આવ્યું હતું જેને કારણે આશરે 10000થી વધુ લોકોના મોત થયા હતા આ સિવાય ત્યાં ઘણા બધા મોટા વાવાઝોડા આવતા હોય છે અને જાનમાલને પણ ખૂબ જ નુકસાન થતું હોય છે.

દેશમાં હાલ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે પરંતુ અંદમાન  સાગરમાં વધી રહેલા દબાણોને કારણે ફરીથી વાવાઝોડું ઉત્પન્ન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને તેને કારણે ચોમાસું પણ થોડું મોડું વિદાય લે તેવું જણાઈ રહ્યું છે જેને કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.