વાવાઝોડું “અસાની”, 96 થી 120 કલાકમાં ઉદ્ભવશે ભયંકર વાવાઝોડું

મિત્રો આપણે જાણીએ છીએ કે બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સરક્યુલેશન જોવા મળ્યું છે અને આ સર્ક્યુલેશન આગામી 6 તારીખના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અને ત્યાર પછીના ચોવીસ કલાકમાં તે લો પ્રેશરમાં તબદીલ થાય તેવી પણ સંભાવના હવામાન ખાતુ નિહાળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાંથી ભેજવાળો પવન ફૂંકાઇ રહ્યો છે અને તેને કારણે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ જેવા અનેક રાજ્યોમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

આ સિસ્ટમની અસરને કારણે કર્ણાટક, બેંગ્લોર, પશ્ચિમ બંગાળ વગેરે દરિયાકાંઠાના રાજ્યોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે.

તારીખ 5 થી તારીખ 8 દરમિયાન આ બધા રાજ્યો ઉપરાંત તમિલનાડુ, કેરાલા, મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં દક્ષિણ રાજ્યોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે જેની ઝડપ હાલમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની છે અને આગામી ચાર દિવસ દરમિયાન પવનની ગતિ તબક્કાવાર રીતે વધીને 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક થવાની શક્યતા છે.

જો આ વાવાઝોડું ઉદભવશે તો તેનું નામ અસાની રાખવામાં આવશે અને તે હાલના ગ્લોબલ મોડલ પ્રમાણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે.

આ વાવાઝોડું 10 તારીખની આજુબાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા છે.

આગામી 96 થી 120 કલાક દરમિયાન વાવાઝોડું ઉત્પન્ન થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.