સાવધાન : ચીનમા નવી ભયંકર બીમારીનો જન્મ, WHO ની મોટી ચેતવણી

મિત્રો ફરીથી ચીનમાં જીવલેણ બર્ડ ફ્લુ H5N6 નો મૃત્યુદર 50 ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને કહ્યું છે કે આ કેસમાં થતો વધારો ચિંતાનો વિષય છે અને તેને ટ્રેક કરવાની જરૂર છે.

WHO એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ વાયરસના માનવથી માનવ સંક્રમણના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. આ સાથે અત્યાર સુધીમાં તેની પકડ હેઠળ આવેલા તમામ લોકો ગંભીર રોગોથી પીડાતા હતા.

ચીનમાં એક 61 વર્ષીય મહિલાને કોઈ પણ પ્રકારનો રોગ નહોતો તે પણ આ વાયરસના પકડમાં આવી ગઈ હતી અને આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે શરદી અને ન્યૂમોનિયા જેવા હોય છે.

WHO એ કહ્યું કે ચીનમાં બર્ડ ફ્લુથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેલન્સની જરૂર છે અને આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને અવગણી શકાય નહીં.  H5N6 ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે કારણ કે તે ચેપગ્રસ્ત લોકોમાં 50 ટકા મૃત્યુ દર સુધી પહોંચી ગયો છે.

નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે લોકોએ બીમાર અથવા મૃત મરઘાં અથવા પક્ષીઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત જીવતા પક્ષીઓ સાથે પણ સીધો સંપર્ક ના રાખવો જોઈએ.

જે લોકો પક્ષીઓ સાથે જોડાયેલા છે તો તેમાં લોકોએ સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસ્ક પહેરવું જોઈએ અને તરત જ તાવ અને શ્વાસના લક્ષણો માટે પરીક્ષણ કરાવવું જોઈએ.

બર્ડ ફ્લૂના લક્ષણો

  • નાકમાંથી પાણી નિકળવું
  • માથાનો સખત દુખાવો રહેવો
  • ગળામાં સોજો આવવો
  • સાંધામાં દુખાવો થવો
  • પેટની નીચેના ભાગમાં દુખાવો થવો
  • ઝાડા ઉલટી થવી
  • શ્વાસ લેવામાં તકલીફ વગેરે ફ્લૂના લક્ષણો છે, જો આવા લક્ષણો દેખાય તો સીધો જ ડોક્ટરનો સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી રહે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.