100 નવા ધારાસભ્યો હશે, ભાજપમાં ઉથલપાથ : સી.આર.પાટીલ નું મોટું નિવેદન

મિત્રો સાબરકાંઠામાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે જેથી ભાજપમાં ઉથલપાથલ મચી ગઈ છે કેમકે બધા ધારાસભ્યો એવું સમજી રહ્યા છે કે આ વખતે જેમ આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું તેમ બધા ધારાસભ્યોને પણ બદલી નાખવામાં આવશે.

આ ઉપર સી.આર.પાટીલ દ્વારા ફરી સ્પષ્ટતા કરવામાં આવી કે 100 નવા ચહેરાઓ વિશે જે નિવેદન આપ્યું હતું તેનો મતલબ એવો છે કે જ્યાં વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચહેરાઓ શોધીશું.

હાલમાં જેટલા પણ ધારાસભ્યો છે તેમાંથી કેટલાક ધારાસભ્યો નિવૃત થવાના છે તો તેની જગ્યાએ નવા ચહેરાઓ લેશું એટલે કે 112 ધારાસભ્યોમાંથી જેટલા સભ્યો નિવૃત્ત થવાના છે એની જગ્યાએ નવા ચહેરાઓ લેવામાં આવશે મતલબ કે સંપૂર્ણ નો રીપીટ થીયરીની કોઈ પણ વાત નથી.

જે કાર્યકરને લોકો સ્વીકારશે તેને ટિકિટ આપવામાં આવશે એટલે કે ભાજપના જેટલા પણ કાર્યકરો છે તેમાંથી કોઈને પણ ટિકિટ મળી શકે છે એટલે કે આ વખતે બધા કાર્યકરો માટે ધારાસભ્ય બનવા માટે ખુલ્લુ અને મોકળું મેદાન સામે આવ્યું છે.

ધારાસભ્યનું નક્કી ઉપરથી થાય છે,  હું કોઈને કાપી પણ ન શકુ અને કોઈને આપી પણ ન શકુ.

નવા ધારાસભ્યોની પસંદગી તેના પરફોર્મન્સને આધારે નક્કી કરવામાં આવશે. મોટા અંતરથી જે ધારાસભ્યો હારેલા છે તેમને ટિકિટ નહીં મળે અને ટિકિટ આપતા પહેલા પાંચથી છ પ્રકારના સર્વે પણ કરવામાં આવશે.

ટીકીટ માટે કોઈપણ લાગવગ આ વખતે નહીં ચાલે એટલે કે માત્ર લાયક ઉમેદવારોને ટિકિટ મળશે, નવી કેડર ઉભી કરવામાં આવશે અને નાના કાર્યકર્તાઓને તક આપવામાં આવશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.