મહાશિવરાત્રીની પૂજામાં આ વસ્તુઓનો ભુલથી પણ ઉપયોગ ના કરતા નહીતર ઘરમાં છવાઈ જશે દરિદ્રતા અને જીવન થઈ જશે બરબાદ

હિન્દુધર્મમાં દરેક તહેવારોનું વિશેષ મહત્વ હોય છે. મહાશિવરાત્રીના દિવસે શિવભક્તો ભોળાનાથને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે. મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિ સુધી શિવ પૂજા થાય છે.

મહાશિવરાત્રીના પર્વ વિશે ભારતભરમાં અલગ-અલગ માન્યતાઓ રહેલી છે. એક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા.

ધાર્મિક માન્યતા અનુસાર શિવરાત્રીના દિવસે શિવપૂજા કરવાથી અને વ્રત કરવાથી મનની બધી મનોકામના પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેમકે શિવ પૂજામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ છે એટલે જ્યારે પણ પૂજા કરવામાં આવે ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય પણ કરવાનો નથી.

આપણા ઘરમાં રહેલી પાંચ વસ્તુઓ જેને શિવજીને અર્પણ કરવાથી મહા પાપ લાગે છે અને જો આ વસ્તુઓને તમે શિવજીને ચડાવો છો તો તમારા ભાગ્યમાં ઘોર દરિદ્રતા આવે છે અને જીવન બરબાદ પણ થઈ શકે છે.

1. ક્યારેય પણ શિવજીની પૂજા સમયે તૂટેલા ચોખા ચડાવવા ના જોઈએ એવું કરવાથી પાપ લાગે છે. શિવજીની પૂજામાં હંમેશા અક્ષત ચોખાનો ઉપયોગ કરવો જોઈએ.

2. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શિવજીની પૂજામાં ક્યારેય પણ તુલસીપત્રનો ઉપયોગ ના કરવો જોઈએ.

આપણે જાણીએ છીએ કે તુલસીને પવિત્ર છોડ છે અને વિષ્ણુ ભગવાનની પ્રિય છે અને તેનો દરેક શુભ કામમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ શિવપૂજામાં તેનો ઉપયોગ કરવાની મનાઈ છે. શિવપૂજામાં હંમેશા બીલીપત્ર ચડાવવા જોઈએ.

3. મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજા કરતી વખતે ક્યારેય પણ શંખનો ઉપયોગ ના કરવો જોઈએ.

એક કથા અનુસાર ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.

આ ઉપરાંત શંખને અસુરનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે શિવપૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આવતો.

4. આ ઉપરાંત શિવજીની પૂજા કરતી વખતે ક્યારેય પણ કંકુ લગાવવું નહીં, ભગવાન મહાદેવ વૈરાગી છે તેને ભસ્મ ચડે છે, કંકુ સૌભાગ્યનું પ્રતીક છે આ ઉપરાંત શિવજીને ક્યારેય પણ હળદર ચડાવી ના જોઈએ.

5. મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવની પૂજા કરો ત્યારે શિવલિંગ પર નાળિયેરના પાણીથી અભિષેક કરવો નહીં કેમકે નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે