રક્ષાબંધન ઉપર ભૂલથી પણ ભાઈને આ પ્રકારની રાખડી બાંધવી નહીં, માથે આવી પડે છે મોટું સંકટ!

મિત્રો દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે જેમાં બહેન તેના ભાઇને હાથમાં રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે.

વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022 ના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે અને ઘણા લોકો 12 ઓગસ્ટના દિવસે પણ ઉજવવાના છે.

શાસ્ત્રો પ્રમાણે રાખડીના અમુક નકારાત્મક પ્રભાવ પણ હોય છે એટલા માટે રાખડી બાંધતા પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ રાખડી પોતાના ભાઈને ભૂલથી પણ ન બાંધવી જોઈએ જે શુભ ને બદલે અશુભ પરિણામ આપતી હોય.

મિત્રો હાલમાં લોકો ફેશનના ચક્કરમાં આવીને ન બાંધવા જેવી રાખડી બાંધતા હોય છે. જે રાખડીમાં અશુભ ચિન્હ અંકિત થયેલા હોય તેવી રાખડી ભૂલથી પણ ન બાંધવી જોઈએ. શાસ્ત્ર પ્રમાણે આ પ્રકારની રાખડી ભાઈ ઉપર સંકટ લાવે છે.

ક્યારેય પણ પોતાના ભાઇ માટે કાળા રંગની રાખડી લેવી જોઈએ નહીં કેમ કે કાળા રંગને અશુભ માનવામાં આવે છે અને કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક હોય છે એટલા માટે પૂજા સામગ્રીમાં પણ કાળા રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ભગવાનની તસ્વીરવાળી રાખડી પણ ક્યારેય ભાઈને બાંધવી જોઈએ નહીં કેમ કે ઘણી વખત રાખડી ખુલીને પડી જાય છે અને ભગવાનનું અપમાન થાય છે એટલા માટે જાણતાં-અજાણતાં તમારા ભાઈ પાપના ભાગીદાર ન બને તે માટે ભગવાનના ફોટા વાળી રાખડી ભૂલેચૂકે પણ બાંધણી ન જોઈએ.

જો તમે મોટા આકારની રાખડી ખરીદો છો તો તેનાથી તમારે બચવું જોઈએ કેમકે મોટી રાખડી સરળતાથી તૂટી જાય છે જેનાથી તમારા ભાઈના જીવનમાં ઘણા પ્રકારના કષ્ટ આપી શકે છે જેને કારણે તેમને અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે એટલા માટે મોટા આકારની રાખડી લેવાથી બચવું જોઈએ.

ક્યારે પણ ભૂલથી પણ પોતાના ભાઈને પ્લાસ્ટિકની રાખડી બાંધવી નહીં આવું કરવાથી તમારા ભાઈને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેમકે પ્લાસ્ટિકને ઘણી બધી અશુદ્ધ ચીજોમાંથી બનાવવામાં આવે છે જેને કારણે પ્લાસ્ટિકની રાખડીને અશુભ માનવામાં આવે છે.

જ્યારે પણ તમે રાખડી ખરીદો છો ત્યારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે રાખડી કોઈ જગ્યાએથી તૂટેલી અથવા ખંડિત ન હોવી જોઇએ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે જેને કારણે તમારા ભાઈને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો તમારા ઘરમાં કોઈ જૂની રાખડી પડેલી છે તો તેને ભૂલથી પણ ફેંકવી જોઈએ નહીં આવું કરવાથી રાખડીનું અપમાન થાય છે એટલા માટે રાખડીને વહેતા પાણીમાં અથવા નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.