આવી સ્ત્રીઓ સાથે રહેવું એના કરતાં મરવું વધુ સારુ, જાણો ચાણક્યે શું કહ્યું સ્ત્રીઓ વિશે

ચંદ્રગુપ્ત મૌર્યને ચક્રવર્તી સમ્રાટ બનાવનાર આચાર્ય ચાણક્યની નીતિઓએ ભારતના ઇતિહાસને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર અને રાજકારણના મહાન જાણકાર હતા તેમના સિદ્ધાંતો અને નીતિઓ આજના આધુનિક યુગમાં પણ સ્વીકાર્ય છે. ચાણક્ય સ્ત્રીઓ વિશે ઘણી બધી માહિતી આપી છે.

સારી પત્ની કોણ છે?

ચાણક્ય મુજબ સારી પત્ની તે છે જે હૃદયથી શુધ્ધ હોય અને તેના પતિને  જ પ્રેમ કરતી હોય.

જે પત્ની તેના પતિ સાથે જ પ્રેમમાં હોય અને હંમેશા પતિને સાચું બોલતી હોય તે સ્ત્રી સારી કહેવાય. જે પુરુષ આવી સ્ત્રી સાથે રહે છે એનું જીવન સફળ બની જાય છે.

પત્નીની પરીક્ષા ક્યારે હોય છે?

ચાણક્યના મત અનુસાર જ્યારે તમારા સૌથી વિશ્વાસુ વ્યક્તિને કોઈ ચોક્કસ કામ માટે મોકલો છો ત્યારે તેનો હેતુ તે સમયે જાણી શકાય છે.

જ્યારે તમારી પાસે પૈસા, ખ્યાતિ, સંપત્તિ વગેરે ના હોય ત્યારે પત્નીની સાચી પરીક્ષા થાય છે.

પત્નીને પણ ભોગ આપવો જોઈએ

ચાણક્યએ કહ્યું કે જ્યારે તમે મોટી કટોકટીનો સામનો કરી રહ્યા હોવ ત્યારે તમારે પૈસાને બચાવવા જોઈએ પરંતુ જ્યારે આત્મસન્માનની વાત આવે છે ત્યારે પૈસા અને પત્નીનું પણ બલિદાન આપતા અચકાવુ ના જોઈએ.

આવી સ્ત્રીઓ સાથે ન રહો

ચાણક્યના મત અનુસાર જો તમે મૂર્ખ બાળકને ભણાવી રહ્યા છો તો તમે પોતે પણ મૂર્ખ છો તેવી જ રીતે તમે જો દુષ્ટ સ્ત્રી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છો તમે હંમેશાં ના ખુશ રહેશો તેથી આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ.

આવી સ્ત્રીઓ સુખ શાંતિ નથી આપતી

ચાણક્યના મત અનુસાર જેવી રીતે ખોટો રાજા પોતાની પ્રજાને ક્યારે સુખ આપી શકતો નથી તેવી જ રીતે દુષ્ટ પત્ની ક્યારેય પોતાના પતિને સુખ અને શાંતિ આપી શકતી નથી અને આવા ઘરમાં પણ ક્યારેય સુખ રહેતું નથી.

આવી સ્ત્રી કરે છે ઘરની રક્ષા

ચાણક્યના મત અનુસાર જો તમારા જીવનમાં કોઈ સારી સ્ત્રી હશે તો તમારું ઘર હંમેશાં સુરક્ષિત રહેશે કેમ કે સારી સ્ત્રી હંમેશા ધન અને ધર્મનું રક્ષણ કરે છે.

આ ઉપરાંત ચાણક્ય એ પણ જણાવ્યું કે પતિએ હંમેશા પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ પછી ભલે તે રૂપવાન હોય કે સામાન્ય હોય, ભણેલી હોય કે અભણ હોય પરંતુ પત્ની હોવી એ જ મોટી વાત છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.