ભૂલથી પણ આ દિશામાં ન રાખવા જોઈએ પિતૃઓ ના ફોટા, જાણો તેની પાછળનું કારણ!

મિત્રો માતા-પિતા કે વયસ્ક ઉમરનું વ્યક્તિ અથવા દાદા-દાદી સાથ છોડીને આ દુનિયામાંથી વિદાય લે છે એટલે કે તેમનું નિધન થઈ જાય છે પછી તેમને પિતૃ તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો તેમના ગયા પછી માત્ર તેમની યાદો જ આપણી સાથે રહેતી હોય છે અને બધાના ઘરમાં પોતાના પિતૃઓના ફોટા લગાવવામાં આવતા હોય છે અને તેમની પૂજા કરવામાં આવતી હોય છે.

પરંતુ ઘણી વખત ઘરમાં જો વિરુદ્ધ દિશામાં ફોટા લગાવવામાં આવતા હોય તો તે ખૂબ જ અશુભ પરિણામ આપે છે એટલા માટે પિતૃના ફોટાને હંમેશા યોગ્ય દિશામાં જ રાખવા જોઇએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિએ તેમના પૂર્વજોની તસવીરો ઘરમાં તો રાખવી જોઈએ કારણ કે જે ઘરમાં તેમના પૂર્વજોની તસવીરો હોય તેમના ઘર પર હમેશાં આશીર્વાદ બનતા રહે છે પરંતુ આજે આપણે વાત કરીશું એક એવી દિશા વિશે જે દિશામાં ભૂલથી પણ તમારા પૂર્વજોની તસવીર રાખવી ન જોઇએ.

જો તમે આ દિશામાં તમારા પૂર્વજોની તસવીર રાખો છો તો તમારે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત તમારા પૂર્વજોને પણ અસહ્ય પીડાનો અનુભવ થાય છે એટલા માટે ભૂલથી પણ આ પ્રકારનું કાર્ય ન કરવું જોઈએ.

મૃત વ્યક્તિઓને ભગવાન સમાન દરજ્જો આપવો તે જરા પણ ખોટું નથી પરંતુ દેવી દેવતાઓની પૂજા સાથે તેમની પૂજા કરવી શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવી છે.

જો તમે તમારા પૂર્વજોની તસવીરો ભૂલથી પણ ઘરની કોઈ ખોટી દિશામાં રાખી દો છો તો તેનું તમારા ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

ક્યારેય પણ પૂજા સ્થળમાં તમારા પૂર્વજોના ફોટા રાખવા ના જોઈએ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે ઘરની પશ્ચિમ દિશામાં તમારા પૂર્વજોના ફોટા લગાવો છો તો તમારે નાણાકીય ખોટનો સામનો કરવો પડી શકે છે.

શાસ્ત્રો પ્રમાણે દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે હંમેશા તમારા ઘરમાં પિતૃઓની તસ્વીર રાખવા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે તમારા ઘરની આ દિશામાં પૂર્વજોના ફોટા લગાવવો છો તો તે તમારા માટે અવશ્ય લાભદાયી સાબિત થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.