કોઈ ગમે એટલું માંગે પરંતુ આ ચીજો ક્યારેય પણ ઉધાર આપવી જોઈએ નહીં, નહીંતર હેરાન થઈ જશો

મિત્રો ઘણીવખત આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ ત્યારે કોઈ ગરીબ વ્યક્તિ આપણી પાસે ઘણી વસ્તુ માગતા હોય છે અને આપણે આપી દેતા હોઈએ છીએ.

જો તમે દયાળુ છે તો તમે રસ્તા ઉપર તમારી પાસે માંગવા આવેલ વ્યક્તિને તમે કોઈપણ વસ્તુ આપી દેશો પરંતુ ઘણી વખત આપણાથી મોટી ભૂલ પણ થઈ જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આપણા ઘરમાં અમુક ચીજો એવી હોય છે જેને બીજા લોકોને આપવાથી આપણા ઘરમાં ભયંકર ગરીબી આવે છે.

દાન કરવું અને બીજાની મદદ કરવી ખૂબ જ પુણ્યનું કામ છે પરંતુ સાથે સાથે એ પણ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ મદદથી તમને શું નુકસાન થવાનું છે.
મિત્રો આજે આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું અથવા ઉધાર આપવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

1. સાવરણી :

આપણે મિત્રો સાંભળ્યું છે કે સાવરણી ઘરની લક્ષ્મી હોય છે. દિવાળી અને ધનતેરસ ઉપર આપણે તેની પૂજા પણ કરીએ છીએ અને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. સાવરણી સ્વચ્છતા અને સમૃદ્ધિની નિશાની છે તેનાથી આપણે સમગ્ર ઘરની સફાઈ કરીએ છીએ.

સાવરણી નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કાઢે છે એટલા માટે ક્યારેય પણ ઘરની સામે બીજા વ્યક્તિને સાવરણી આપવી જોઈએ નહીં કારણ કે સાવરણીની સાથે ઘરની સુખ, શાંતિ ચાલી જાય છે.

2. પત્નીના ઘરેણા :

મિત્રો મહિલાને અને ઘરેણાને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે જ મહિલાઓ જ્યારે પણ ઘરેણા ખરીદે છે ત્યારે તેઓ પહેલા માતા લક્ષ્મીની ઉપાસના કરે છે કારણ કે માતા લક્ષ્મીને ઘરેણા સાથે ખૂબ જ પ્રેમ છે.

તમારી પત્નીના ઘરેણા તમારી સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ક્યારેય પણ ઘરની મહિલાઓના ઘરેણાં વેચવા જોઈએ નહીં અને તેને કોઇને ઉધાર પણ આપવા જોઈએ નહીં.

ખાસ કરીને મહિલાઓએ પોતાનું મંગળસૂત્ર અને પગની ઝાંઝર ક્યારેય પણ કોઈને આપવી જોઈએ નહીં તેનાથી ઘરની બરકત અને સૌભાગ્ય બીજાના ઘરમાં ચાલી જાય છે.

3. સફેદ ચીજો :

મિત્રો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સાંજના સમયે કોઇપણ ચીજવસ્તુ કોઈને આપવી જોઈએ નહીં કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મીનો ઘરમાં વાસ હોય છે અને જો આ દરમિયાન તમારા ઘરમાંથી નીકળતી ચીજોની સાથે માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે.

ખાસ કરીને સાંજના સમયે દૂધ, લોટ, ખાંડ, દહીં, ચોખા અને નાળિયેર જેવી સફેદી ચીજો કોઈને પણ ન આપવી જોઈએ.

જો તમારા પાડોશી દરરોજ સાંજના સમયે દૂધ અને ખાંડ ઉધાર માંગવા માટે આવે છે તો તેને પ્રેમથી સમજાવવું જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે સફેદ ચીજોથી ઘરમાં ખરાબ નજર ખૂબ જ જલ્દી લાગી જાય છે એટલા માટે સાંજના સમય બાદ આ ચીજોને ઉધાર આપવું જોઈએ નહીં.

4. પૈસા ઉધાર આપવા નહીં :

મિત્રો માતા લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે જે ઘરમાં પૈસા બચાવવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મી બચાવવામાં આવે છે.

ઘરની તિજોરીમાં રાખવામાં આવેલા પૈસા અથવા પત્ની દ્વારા કરવામાં આવેલી બચતના પૈસા કોઈપણને ઉધારમાં અથવા દાનમાં આપવા જોઈએ નહીં.

ખાસ કરીને કોઈપણ તહેવારના દિવસોમાં તો ભૂલથી પણ આ પૈસા કોઈને આપવા જોઈએ નહીં તેનાથી ઘરની પ્રગતિ અટકી જાય છે.

5. વેલણ અને તવો :

મિત્રો ઘણી વખત આપણે જોયું હશે કે ભોજન કરતાં પહેલાં અમુક લોકો પહેલો કોળિયો ભગવાન માટે કાઢી લેતા હોય છે અથવા તો ભગવાનને યાદ કરીને પહેલો કોળિયો ખાતા હોય છે.

આવું એટલા માટે કારણ કે ભોજન કરતા પહેલા વ્યક્તિ ભગવાનને ધન્યવાદ કહે છે કે તમારી કૃપાથી મને ભોજન મળી રહ્યું છે તેવામાં તમારા રસોઇઘરમાં ભોજન બનાવવા માટે સૌથી જરૂરી સાધન વેલણ અને તવો ક્યારેય પણ કોઈને ઉધાર આપવો જોઈએ નહીં.

કારણકે તવા ઉપર બનાવવામાં આવેલી પહેલી રોટલી માતા લક્ષ્મીના નામની હોય છે તેવામાં આ જો કોઈને દાનમાં આપવાથી અથવા ઉધાર આપવાથી ઘરમાં લક્ષ્મી અને તમારું ભાગ્ય બંને ચાલ્યા જાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.