પિતૃ-પક્ષમાં આ બે શાકભાજી ખાવાની મનાઈ હોય છે, પિતૃઓ નારાજ થઈ જાય છે!

મિત્રો સનાતન ધર્મમાં એક એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃ કોઈ પણ રૂપમાં આવે છે અને ભોજન કરે છે પરંતુ આપણે અમુક એવી ભૂલો કરીએ છીએ જેનાથી પિતૃઓ નારાજ થઈને પરત ફરી જાય છે.

જો પિતૃઓ આપણાથી નારાજ થઈને પરત જતા રહેતા હોય તો આપણને કામમાં સફળતા મળતી નથી અને ઘર-પરિવારમાં બીમારી અને આર્થિકસંકટ આવવા લાગે છે.

પિતૃ-પક્ષ દરમિયાન અમુક વસ્તુઓનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. જો આ ચીજોનું સેવન કરવામાં આવે તો પિતૃઓ આપણાથી નારાજ થઈ શકે છે એટલા માટે આજે આપણે જાણીશું કે પિતૃપક્ષ દરમિયાન તમારે ક્યાં શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં.

લસણ અને ડુંગળી :

મિત્રો આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોજનની અસર આપણા સ્વભાવ ઉપર પડે છે. પિતૃ-પક્ષ દરમિયાન સાદગીમાં રહેવું જોઈએ અને તામસી ખોરાક ન ખાવા જોઈએ.

લસણ અને ડુંગળીને તામસી ખોરાક માનવામાં આવે છે એટલા માટે તેમનું સેવન કોઈપણ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન સમયે કરવામાં આવતું નથી.

એવી પણ માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ લસણ, ડુંગળીનું સેવન અને સાથે સાથે માંસ, માછલી અને શરાબનું સેવન કરવું જોઇએ નહીં.

વાસી ભોજન :

જો તમારા ઘરમાં શ્રાદ્ધ છે તો જેને ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને જે ભોજન કરાવનાર છે તે વ્યક્તિએ વાસી ભોજનથી બિલકુલ દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત આ દિવસોમાં વાસી ભોજનનું સેવન કરવું જોઇએ નહીં.

જમીનની નીચે થતા શાકભાજી (કંદમૂળ) :

શાસ્ત્રો પ્રમાણે પિતૃપક્ષમાં જમીનની નીચે થતા શાકભાજી અને ફળ ખાવા જોઈએ નહીં જેને આપણે કંદમૂળ કહીએ છીએ.

મૂળા, બટેટા, સુરણ વગેરે જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. પિતૃ-પક્ષના 16 દિવસોમાં આ શાકભાજીનો ભોગ લગાવવો જોઈએ નહીં અને તેમનું સેવન પણ કરવું જોઈએ નહીં, આવું કરવાથી પૂર્વજો નારાજ થઈને ચાલ્યા જાય છે.

આ ઉપરાંત પિતૃપક્ષમાં કાકડી, દૂધી અને સરસવ પણ ખાવાની મનાઇ કરવામાં આવી છે. શ્રાદ્ધ પક્ષમાં આ ચીજોનું સેવન કરવું અને બીજાને ખવડાવવું બંને ઉપર પ્રતિબંધ છે.

ચણા :

પિતૃ-પક્ષ દરમિયાન ચણાનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે એટલા માટે જ્યાં સુધી શ્રાદ્ધ ચાલતું હોય ત્યાં સુધી ભૂલથી પણ તમારે ચણા ખાવા જોઈએ નહીં. આપણે પોતે સેવન કરવાની સાથે સાથે પિતૃઓનાં શ્રાદ્ધમાં ચણાની દાળ, બેસનની મીઠાઈ, ચણા વગેરે અર્પિત કરવા અશુભ માનવામાં આવે છે.

મસૂરની દાળ :

માન્યતા પ્રમાણે પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન પણ ભૂલથી કરવું જોઈએ નહીં આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારના કાચા અનાજનું પણ સેવન કરવું અશુભ માનવામાં આવે છે જે પણ અનાજ ખાવું તે પકાવીને જ ખાવું જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.