આખું વર્ષ નિરોગી રહેવું હોય તો ભાદરવા મહિનામાં આ ત્રણ વસ્તુ કોઈ મફત આપે તો પણ ખાવી નહીં

મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાદરવા મહિનામાં કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ કરવું જોઈએ નહીં. આ વસ્તુઓ જો તમને કોઈ મફતમાં પણ આપે તો પણ તમારે તેને ખાવી જોઈએ નહીં.

મિત્રો બીજા અન્ય મહિનાઓ કરતા ભાદરવા મહિનામાં સૌથી વધુ પીત વધતું હોય છે એટલે તમારે પિત્ત વધે તેવા ખોરાક ક્યારેય પણ ખાવા જોઈએ નહીં.

દહીં :

મિત્રો જ્યારે તમારા શરીરમાં પિત્ત વધી હોય ત્યારે તમારે દહીંનું સેવન કરવું ના જોઈએ. જો તમે દહીંનું સેવન કરો છો તો તે દહીં વિદગ્ધ થઇ જાય છે અને આવા દહીનું બરાબર પાચન થતું નથી અને પચ્યા વગરનો આ દહીં કફ બની જાય છે અને ફેફસામાં જમા થઈ જાય છે અને ફેફસામાં કફ જમા થવાથી બ્લડમાં ફરતો થઈ જાય છે એટલે કે બ્લોકેજ થવાની શક્યતા રહે છે અને ફેફસામાં અન્ય બીજા રોગો પણ ઉત્પન્ન થાય છે.

શરીર ભારે થઇ જાય છે, પેટ ફૂલી જવાની સમસ્યા વધી જાય છે, હૃદયને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, એસીડીટી થાય છે વગેરે જેવી સમસ્યાઓ થાય છે એટલે ભાદરવા મહિનામાં દહીંનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.

રીંગણ :

મિત્રો ભાદરવા મહિનામાં જો તમને મફતમાં કોઈ રીંગણા આપે તો પણ ખાવા જોઈએ નહીં કારણકે રીંગણમાંથી વધુ પ્રમાણમાં આયર્ન મળી રહેતું હોવાથી શરીરમાં પિત્તના પ્રમાણ માં વધારો કરે છે.

આપણે જાણીએ છીએ કે રીંગણ ખાવા શરીર માટે ગરમ પડે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે માટે તેનું સેવન કરવું નહીં.

આ ઉપરાંત જે લોકોને ભગંદર, હરસ મસા, બીપી વગેરે જેવી સમસ્યાઓ હોય તો તેવા લોકોએ રીંગણ તો બિલકુલ ખાવા જોઈએ નહીં.

કાકડી :

મિત્રો તમને કદાચ ખબર નહીં હોય કે કાકડીનું ભાદરવા મહિનામાં સેવન કરવામાં આવે તો તે ખૂબ જ નુકસાન કરે છે એક તો ભાદરવા મહિનામાં કુદરતી રીતે પીત વધતું હોય છે અને તેવામાં જો કાકડી ખાવામાં આવે તો તમે વધતા પિતમાં ખૂબ જ વધારો કરો છો અને અન્ય રોગોને પણ આમંત્રણ આપો છો.

આયુર્વેદમાં જણાવવામાં આવે છે કે કાકડીમાં તાવ લાવવાનો ગુણ રહેલો છે અને તાવ એ પિત્તને કારણે થતું એક વાયરલ ઇન્ફેક્શન છે એટલા માટે તમારે ભાદરવા મહિનામાં તાવથી બચવું હોય તો કાકડી ભૂલથી પણ ખાવી જોઈએ નહીં.

મિત્રો ભાદરવા મહિનામાં આ મુખ્ય ત્રણ વસ્તુઓ એવી છે કે જે તમારે ભૂલથી પણ ખાવાની નથી અને કોઈ તમને મફતમાં આપે તો પણ તમારે ખાવી જોઈએ નહીં.

માત્ર આ એક ભાદરવા મહિના પૂરતું જ તમારે ધ્યાન રાખવાનું છે અન્ય મહિનામાં તમે આ ત્રણ વસ્તુનું સેવન કરી શકો છો.

મિત્રો તમને જોવા માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ માહિતી ને તમારા સગા સંબંધીઓ અને મિત્રો સુધી પણ શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.