ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ નહિતર ગરીબ થતા વાર નહીં લાગે!

ભારતીય શાસ્ત્ર પ્રમાણે જરૂરિયાતમંદોને દાન કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ ઉપરાંત શું દાન કરવું? શું ના કરવું? વગેરેનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં કરેલો છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે કઈ વસ્તુ દાન કરવી જોઈએ અને કઈ વસ્તુ દાનમાં ના આપવી જોઈએ.

સ્ટીલના વાસણ::

સ્ટીલના વાસણ ક્યારેય પણ દાનમાં ન આપવા જોઈએ.

ખાસ કરીને વાપરેલા વાસણો તો આપવા જ ના જોઈએ આવું કરવાથી ઘરની સુખ શાંતિ નાશ પામે છે.

જો તમારે વાસણ આપવા જ છે તો નવા વાસણો લઇને આપો.

પ્લાસ્ટિકની વસ્તુઓ::

પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવાથી વ્યાપાર ઉપર ખરાબ અસર પડે છે જેથી ક્યારેય પણ પ્લાસ્ટિકની વસ્તુઓ દાન ન કરવી જોઈએ.

ધારદાર વસ્તુઓ::

ક્યારેય પણ શાર્પ વસ્તુઓ એટલે કે ધારદાર વસ્તુઓ જેવી કે છરી, તલવાર, ચપ્પુ, કાતર વગેરે દાન ન કરવું જોઈએ જેનાથી પરિવારમાં ઝઘડા થાય છે.

સાવરણી::

સાવરણીનું દાન કરવાથી ગરીબી ઘરમાં પ્રવેશ કરે છે એટલા માટે ક્યારેય પણ કોઈને સાવરણી દાનમાં ન આપવી જોઈએ.

સાવરણી ખરાબ થઈ જાય તો તેને ફેંકી દેવી જોઈએ પણ ક્યારેય બીજાને ન આપવી જોઈએ.

વાસી ભોજન::

ખાવાની કોઈપણ વસ્તુ કે જે વાસી થઈ ગઈ હોય અને ખાવાલાયક પણ ના હોય તો તેને ક્યારેય કોઈને ના આપવી જોઈએ.

હંમેશા ખાવાલાયક અને તાજી વસ્તુ જ દાનમાં આપવી જોઈએ.