જો તમારે કોઈપણ બેંકમાં ખાતું હોય તો આ એક ભૂલ ક્યારેય ના કરશો નહિંતર થશે મોટું નુકસાન

મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે અને આપણા મોટાભાગના બેંકિંગના વહીવટ ડિજિટલ રીતે થતા હોય છે ત્યારે ડિજિટલ યુગની અન્દર છેતરપિંડીના મામલા પણ ખૂબ જ વધી રહ્યા છે અને ગ્રાહકો સાથે ખૂબ જ ફ્રોડ થઈ રહ્યું છે.

આરબીઆઇ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઘણી બધી એવી ફરિયાદો મળી છે જેમાં બેંકના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

મિત્રો આરબીઆઈ કહે છે કે તમારા એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીપૂર્વક જ કરો તેમની વિગતો કોઈને પણ જણાવશો નહીં. જો તમે ભૂલથી પણ તમારા એટીએમ કે ડેબિટ કાર્ડ ની વિગતો કોઈને આપશો અથવા જાહેર કરશો કે કોઈપણ પ્રકારનો ઓટીપી આપશો તો તમારૂ ખાતુ ખાલી થતાં વાર નહીં લાગે.

ગ્રાહકોને ફોન કરીને અથવા એસએમએસ મોકલીને અથવા ઈ-મેલ મોકલી ને પર્સનલ માહિતી માંગવામાં આવે છે કે જેની અંદર ખાસ કરીને લોગીન ડીટેઇલ, કાર્ડની જાણકારી, પીન અને OTP જેવી માહિતી માંગવામાં આવે છે.

સાથે સાથે બેંક ગ્રાહકોને લીંક મોકલીને કેવાયસી અપડેટ કરવા માટે કહેવામાં આવે છે જે લીન્ક મોકલવામાં આવે છે તે લિંક unauthorized એ કે પછી unverified એપ ઇન્સ્ટોલ કરવા માટેની હોય છે.

જો તમે લીંક ઉપર ક્લિક કરો છો તો તમારા મોબાઇલમાં તે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે અને પછી તમારી બધી માહિતી તે ફ્રોડ કરનાર પાસે પહોંચી જાય છે અને તમારું ખાતુ ક્ષણવારમાં જ ખાલી કરી નાખે છે.

ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે જેમાં એસએમએસ અને ઈ-મેલ મોકલીને કહેવામાં આવે છે કે તમે કેવાયસી અપડેટ નથી કર્યું.

જો તમે તમારું કેવાયસી અપડેટ નહીં કરાવો તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. એવામાં કસ્ટમર કોલ, મેસેજ કે કોઈપણ રીતે પોતાની માહિતી શેર કરશે તો જે ફ્રોડ કરનાર છે તેને એકાઉન્ટનો એક્સેસ મળી જશે અને તમારૂ બેન્ક એકાઉન્ટ ખોલીને બધા રૂપિયા ટ્રાન્સફર મારીને ગ્રાહકોને ચૂનો લગાવી શકે છે.

તો મિત્રો જો તમારે કોઈપણ બેન્કની અંદર ખાતું હોય તો તમારે આ બાબતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે ક્યારેય કોઇનો પણ કોલ આવે મેસેજ આવે કે ઈ મેલ આવે તમારે તેનો રીપ્લાય નથી આપવાનો તમારે તેને કટ કરી દેવાનો છે અને જો બેંક ને લગતી કોઈપણ જાણકારી તમારે જોઈતી હોય કે કોઈપણ કેવાયસી અપડેટ કરવું હોય તો તમે સીધા જ તમારા બ્રાન્ચ નો કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ જઇને તમે KYC અપડેટ કરાવી શકો છો આ જ એક બેસ્ટ અને સરળ રસ્તો છે જેનાથી તમે છેતરપિંડીથી બચી શકો છો પરંતુ ક્યારેય પણ ફોન ઉપર કે મેસેજ થી તમારે કોઈપણ પ્રકારની details શેર કરવાની નથી કેમ કે આરબીઆઇ પણ એમ જ કહે છે કે ક્યારેય પણ બેંક દ્વારા ફોન ઉપર કે મેસેજ કરીને આવી કોઇપણ પ્રકારની માહિતી મંગાવવામાં આવતી નથી.

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ પોસ્ટ ને તમારા સોશિયલ મીડિયા ની અંદર શેર કરજો ખાસ કરીને તમારા મિત્રો સુધી તો અવશ્ય શેર કરજો અને આપણા ફેસબુક પેજ ને ફોલો ના કર્યું હોય તો ઝડપથી ફોલો પણ કરી લેજો. ધન્યવાદ.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.