કાળી ચૌદસના દિવસે ભુલથી પણ ન કરવા આ 10 કામ નહી તો કંગાળ થઈ જશો

દિવાળીના તહેવારોમાં ધનતેરસ પછીનો દિવસ એટલે કાળી ચૌદસ. કાળી ચૌદશના દિવસે મા દુર્ગાના રૌદ્ર સ્વરૂપ એવા મહાકાળીમાની ઉપાસના કરવામાં આવે છે.

આ દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે અથવા ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે.

કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે 16000 જેટલી કન્યાઓને કેદ કરી હતી અને તેને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો અને ત્યારથી જ આ દિવસને નરક ચતુર્દશી કહે છે.

નરકાસુરના ત્રાસમાંથી મુક્ત થયેલી આ સોળ હજાર કન્યાઓને કોઈ સ્વીકારવા માટે તૈયાર નહોતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની મદદથી આ 16000 કન્યાઓ સાથે વિવાહ કર્યા એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની કુલ 16,108 પત્નીઓ ગણવામાં આવે છે.

કાળીચૌદશના દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઇએ નહીં તો આખું વર્ષ દરિદ્રતાનો વાસ રહે છે એમ કહેવાય છે.

  1. નરક ચતુર્દશીના દિવસે ક્યારેય મોડા સૂઈને ઉઠવું નહીં આમ કરવાથી ભાગ્ય હંમેશા સૂતું રહે છે.
  2. નરક ચતુર્દશીના દિવસે તેલનું દાન ભૂલથી પણ ન કરો કારણ કે આવું કરવાથી લક્ષ્મી ટકતી નથી.
  3. નરક ચતુર્દશીના દિવસે ઘરના દક્ષિણ ખૂણાને જરાય ગંદો રાખવો જોઈએ નહીં કારણ કે તે ખૂણાને યમરાજાનો ખૂણો ગણવામાં આવે છે અને તેનાથી યમરાજા નારાજ થઈ જાય છે.
  4. નરક ચતુર્દશીના દિવસે જીવ હત્યા કરવી જોઈએ નહીં કારણ કે આ દિવસે યમરાજની પૂજા થાય છે અને જીવ હત્યાનું પાપ લાગે છે.
  5. નરક ચતુર્દશીના દિવસે જે લોકોના પિતા જીવતા હોય તેને ભૂલેચૂકે પણ યમદેવને તલ અર્પણ ન કરવા જોઈએ આમ કરવાથી પરિવારમાં સંકટ ઊભું થાય છે.
  6. આ દિવસે અન્નનું અપમાન ન કરવું જોઈએ જો આવું કરીએ તો હમેશાં અન્ન માટે તરસતા રહેવું પડે છે.
  7. આ દિવસે ઝાડુને પગ ન મારવો જોઈએ અને ઝાડુને ક્યારેય પણ ઊભું ન રાખવું જોઈએ આવું કરવાથી ધનનો ખર્ચ વધે છે.
  8. કાળી ચૌદસના દિવસે દારૂનું સેવન ન કરવું કારણકે દારૂ તામસી પ્રકૃતિનો ગણાય છે.
  9. નરક ચતુર્દશીના દિવસે ઝઘડો પણ ના કરવો જોઈએ આમ કરવાથી હંમેશા નકારાત્મકનો માહોલ રહે છે.
  10. કાળી ચૌદસના દિવસે ભૂલેચૂકે પણ માંસાહારી ભોજન ન કરવું, માંસાહારી ભોજન કરવાથી નરકની યાતના ભોગવવી પડે છે.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.