SBI એ ગ્રાહકોને આપી ચેતવણી, ભૂલથી પણ ન કરતા આ કામ નહિંતર ખાતું થઈ જશે ખાલી

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી મોટા ભાગના કામો ડિજિટલ રીતે થઈ રહ્યા છે અને બેંકોના વ્યવહાર પણ ડિજિટલ થઈ ગયા છે.

ધીરે-ધીરે ડિજિટલ ટ્રાન્જેક્શનનું ચલણ વધી રહ્યું છે પરંતુ આ સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ દિવસે દિવસે વધતા જાય છે.

આજના ડિજિટલ યુગમાં આપણે કઈ રીતે છેતરપિંડીથી બચી શકીએ તેના વિશે SBI દ્વારા માહિતી આપવામાં આવી છે.

લોકો સાથે પોતાની ખાનગી માહિતી શેર કરવી અને ક્યાં લોકો સાથે ના કરવી તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

આપણા મોબાઈલ ઉપર મેસેજ દ્વારા અથવા ઈ-મેલ દ્વારા ઘણી વખત ફ્રી ગિફ્ટ અને વાઉચર આપવામાં આવતા હોય છે.

ખાસ કરીને લોકો આવા મફતમાં મળતા ઇનામો અને વાઉચર ઉપર ઝડપથી વિશ્વાસ કરી લેતા હોય છે અને મેસેજમાં જે લીંક આપવામાં આવેલી હોય છે તેના ઉપર ક્લિક કરીને પોતાની અંગત માહિતી મોટાભાગે બેંકને લગતી તમામ માહિતી આપી દેતા હોય છે જેને કારણે પોતાની મહેનતની સંપૂર્ણ કમાઈ માત્ર મિનિટોમાં જ ગુમાવી બેસે છે.

SBI દ્વારા પોતાના ગ્રાહકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટેની જાણકારી આપી છે.

જે લોકો છેતરપિંડી કરે છે તે નવી નવી રીતે તમારા સુધી પહોંચે છે. તેમના છેતરવાના તરીકા દર વખતે અલગ અલગ હોય છે.

SBI એ સત્તાવાર રીતે પોતાના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા જણાવ્યું છે કે SBI ક્યારેય પણ પોતાના ગ્રાહકો પાસેથી બેંક ડીટેલ, એટીએમ પીન, યુપીઆઈ પીન શેર કરવા માટે કહેતું નથી.

તેથી જો તમને આવા પ્રકારના કોઈ મેસેજ આવે કે જેમાં એટીએમ અથવા યુપીઆઈ પીન માંગવામાં આવતા હોય અથવા કોઈ લીંક ઉપર ક્લિક કરવાની વાત કરવામાં આવતી હોય તમારે તેના ઉપર વિશ્વાસ કરવાનો નથી.

હાલમાં કેટલાક સાયબર છેતરપિંડી કરનાર લોકો એસબીઆઇના નામથી ગ્રાહકોને મેસેજ કરી માહિતી માંગી રહ્યા છે.

SBI ક્યારેય પોતાના ગ્રાહકો પાસેથી એકાઉન્ટ ડીટેઇલ , ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની માહિતી માંગતી નથી.

ક્યારેય પણ ઇન્ટરનેટ બેન્કિંગ અને ઓટીપી નંબર કોઈની પણ સાથે શેર ના કરો.

મોબાઈલ ફોન અથવા મેસેજમાં આવેલી કોઇપણ પ્રકારની લીંક ઉપર ક્લિક ના કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.