ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરતા આ બે ભૂલ, નહિતર ભોગવવી પડશે મોટી નુકશાની

દર વર્ષે આસો મહિનાની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે સોના, ચાંદી, ઘરેણાં, વાસણો વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસને સમૃદ્ધિનો દિવસ ગણવામાં આવે છે.

ઘણા લોકો આ દિવસે જમીન અને મકાન પણ ખરીદે છે. કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા આપણા ઉપર થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે જો આપણે આ બે ભૂલો કરીશું તો તેનું પરિણામ ભોગવવું પડશે. એટલે આ બે ભૂલ તમારે ભૂલથી પણ નથી કરવાની.

1. ઉધાર આપવાની કે લેવાની ભૂલ ના કરો::

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ધનતેરસના દિવસને સમૃદ્ધિનો દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે ઉધાર આપવું કે ઉધાર લેવું બંને ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેમ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

જો વ્યક્તિ આ દિવસે ઉધાર આપે છે અથવા ઉધાર લે છે તો તેને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘરમાં હંમેશાં અપૂરતા પૈસા રહે છે જેના કારણે પરિવારમાં પણ સમસ્યાઓ ઊભી થાય છે.

2. આટલી વસ્તુઓ ના ખરીદવી જોઈએ

ધનતેરસના દિવસે મોટા ભાગના લોકો સોનુ, ચાંદી, વાસણો, મકાન, ગાડીઓ વગેરે ખરીદે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી ઘણી વસ્તુઓ છે જે તમારે ધનતેરસના દિવસે ના ખરીદવી જોઈએ.

આ દિવસે સ્ટીલના વાસણો ના ખરીદવા જોઈએ કેમકે તેમાં લોખંડ હોય છે અને લોખંડનો સીધો સંબંધ શનિદેવ સાથે છે.

જો તમારે વાસણ ખરીદવા જ હોય તો પિત્તળના વાસણ ખરીદી શકો.

ધનતેરસના દિવસે ધારદાર વસ્તુઓ જેવી કે ચાકુ, કાતર, સોય, તલવાર વગેરે ના ખરીદવી જોઈએ આ ઉપરાંત આ દિવસે કાચનાં વાસણો, તાંબુ, ચામડું અથવા કોઈ પણ કાળા રંગની વસ્તુઓ ના ખરીદવી જોઈએ.

ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવાથી પરિવારમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આ પ્રકારના લેખો પ્રસારિત કરવામાં આવે છે.