ઘરમાં આ સમયે પોતું કરવાથી મા લક્ષ્મી થઇ જાય છે ખુશ : શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કચરા પોતુ કરવાનો સાચો સમય કોઈ જાણતું નથી !

મિત્રો જો તમારું ઘર ચોખ્ખું હોય તો દરેક વ્યક્તિને ગમે છે, પોતાના ઘરને ચોખ્ખું રાખવા માટે લોકો સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપે છે.

આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે રાત્રે ઘરની સાફ-સફાઈ ના કરવી જોઈએ એટલે કે રાતના સમયે ક્યારેય પણ કચરા પોતા ના કરવા જોઈએ.

તો શું મિત્રો તમે જાણો છે તેની પાછળનું કારણ શું છે? આજે આપણે જાણીશું કે કયા સમયે ઘરમાં કચરા પોતા કરવા જોઈએ.

જો તમારા ઘરમાં ગંદકી હોય તો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી અયોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત ગંદી જગ્યા ઉપર રહેવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દિવસે ઘરની સાફ-સફાઈ કર્યા પછી સામાન્ય રીતે લોકો સ્નાન કરતા હોય છે પરંતુ રાતના સમયે સફાઈ કર્યા બાદ લોકો સ્નાન કરતા નથી તેનાથી વ્યક્તિના બીમાર થવાની સંભાવના વધી જાય છે જેને કારણે રાતના સમયે ઘરમાં કચરા પોતુ કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે.

આ ઉપરાંત પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી સ્વચ્છ જગ્યા પર નિવાસ કરે છે એટલે જ ઘરમાં ગંદકી હોય તો પરિવારના લોકોએ ધનની સમસ્યાનો સામનો કરવો પડે છે.

એટલા માટે કહેવામાં આવે છે કે રાત થતા પહેલા જ દરરોજ ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ જેથી રાતના સમયે ઘરમાં પણ માતા લક્ષ્મીનું આગમન થઈ શકે અને પરિવારમાં હંમેશા સંપન્નતા જળવાઈ રહે.

આ ઉપરાંત રાતના સમયે ઘરની સફાઈ કરવાથી માતા લક્ષ્મી રિસાઇ જતા હોવાની પણ વાત કહેવામાં આવે છે એટલા માટે રાતના સમયે ક્યારેય પણ ઘરમાં કચરા પોતું કરવું જોઇએ નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.