ધનતેરસ પર આ 10 વસ્તુઓ ન ખરીદવી જોઈએ, માનવામાં આવે છે ખૂબ જ અશુભ

ધનતેરસના દિવસે સોનુ, ચાંદી, વાસણ, સાવરણી વગેરે ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે અમુક વસ્તુઓની ખરીદી અશુભ પણ માનવામાં આવે છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું એવી 10 વસ્તુઓ વિશે કે જે ભૂલથી પણ ધનતેરસના દિવસે ના ખરીદવી જોઈએ.

સ્ટીલની વસ્તુઓ::
ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો કે વસ્તુઓ ના ખરીદવી જોઈએ કેમકે સ્ટીલ એ શુદ્ધ ધાતુ નથી.

માનવનિર્મિત ધાતુમાં ફક્ત પીતળ જ ખરીદી શકાય. સ્ટીલ ધાતુ પર રાહુનો પ્રભાવ વધુ હોય છે.

લોખંડની વસ્તુઓ::

લોખંડથી બનેલી કોઈપણ વસ્તુઓને ધનતેરસ પર ના ખરીદવી જોઈએ કેમકે લોખંડને શનિદેવના કારક માનવામાં આવે છે.

એલ્યુમિનિયમની વસ્તુઓ::

ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણ અથવા વસ્તુઓ ન ખરીદવી જોઈએ કેમકે એલ્યુમિનિયમને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને આ વસ્તુ ઉપર પણ રાહુનો પ્રભાવ હોય છે.

પ્લાસ્ટિકની વસ્તુઓ::

ધનતેરસના દિવસે ઘણા લોકો પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદતા હોય છે. મિત્રો પ્લાસ્ટિક સમૃદ્ધિ નથી આવતી જેથી ધનતેરસ પર પ્લાસ્ટિકથી બનેલો કોઈપણ સામાન ઘરે લાવવો જોઈએ નહીં.

અણીદાર, ધારદાર વસ્તુઓ::

ધનતેરસના દિવસે તીક્ષ્ણ એટલે કે ધારદાર વસ્તુઓ ના ખરીદવી જોઈએ જેમકે ચાકુ, કાતર, પીન, સોય, તલવાર અથવા કોઈ પણ ધારદાર સામાન ન કરી દેવો જોઈએ. આ વસ્તુઓને ખરીદી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

કાચનાં વાસણો::

ધનતેરસ પર ઘણા લોકો કાચનાં વાસણો ખરીદતા હોય છે. કાચનો સીધો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે માટે જ આ દિવસે કાચની વસ્તુઓ ના  ખરીદવી જોઈએ.

ચિનાઈ માટીના વાસણો::

ધનતેરસના દિવસે સિરામિકથી બનેલા વાસણો એટલે કે ચિનાઇ માટીના વાસણો ના ખરીદવા જોઈએ. આ વસ્તુઓ ટકતી નથી જેનાથી ઘરમાં બરકત થતી નથી.

કાળા રંગની વસ્તુઓ:

શાસ્ત્રો પ્રમાણે ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ બિલકુલ ના કરી દેવી જોઈએ કેમ કે કાળા રંગને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવી ના જોઈએ.

ખાલી વાસણ ના લાવો ઘરે::

જો ધનતેરસના દિવસે તમે કોઈ વાસણ ખરીદો છો તો તેને ઘરમાં ખાલી લઈને ન જાઓ. ઘરમાં વાસણ લાવ્યા પહેલા તેમાં ચોખા, પાણી અથવા અન્ય કોઈ બીજી સામગ્રી નાખીને લાવો.