આવા બટાકા ભૂલેચૂકે પણ ન ખાતા નહિતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો !

મિત્રો આપણે શાકભાજીમાં અને મોટાભાગના ઘરોમાં શાક તરીકે બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે કેમકે બટાકાનો ઉપયોગ એટલા માટે વધારે હોય છે કે તે બધા શાક સાથે મિક્સ થઈ જાય છે.

આ ઉપરાંત કોઈપણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય અથવા કોઇ મોટો પ્રસંગ હોય ત્યારે શાકમાં હંમેશા બટાકાનું શાક જ હોય છે કેમકે બટાકા વગરનું શાક ખાવાની મજા આવતી નથી.

હવે આપણે જાણીશું કે બટાકા ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેવા પ્રકારના બટાકા ખરીદવા ના જોઈએ.

મિત્રો જ્યારે તમે બટાકા ખરીદવા માટે માર્કેટમાં જાવ છો ત્યારે તમે જોયું હશે કે અમુક બટાકા લીલા રંગના હોય છે અથવા તો લીલા રંગના નિશાન બટેકાની ઉપરની બાજુ અને નીચેની બાજુ જોવા મળતા હોય છે. મિત્રો જ્યાં લીલા રંગના ડાઘ જોવા મળે છે તેની અંદર ક્લોરોફિલ નામનું તત્ત્વ હોય છે.

બટેકા ઉપર આ લીલા રંગના ડાઘ પડી જવાનું મુખ્ય કારણ બટેકાની સિઝનમાં બટાકાને સમય પહેલાં કાઢી લેવામાં આવે છે ત્યારે આ પ્રકારના લીલા ડાઘ જોવા મળતા હોય છે.

એટલે કે બટાકા પૂરેપૂરા પાક્યા ના હોય ત્યારે જ કાઢી લેવામાં આવે છે. કાચા બટાકા જ્યારે કાઢવામાં આવે છે ત્યારે તેના ઉપર લીલા રંગના ડાઘ જોવા મળે છે આ લીલા રંગના ડાઘમાં ક્લોરોફિલ અને સોલેનીયસ નામનું તત્વ હોય છે.

મિત્રો હવે આ તત્વોના ગુણધર્મોની વાત કરીએ તો ક્લોરોફિલનો મુખ્ય ગુણધર્મ કોઈ પણ શાકભાજી અથવા તેનાં પાંદડાંને લીલો રાખે છે. આ તત્વ શરીરને કોઇ પ્રકારનું નુકસાન કરતું નથી પરંતુ જે સોલેનીયસ નામનું તત્વ હોય છે તે ટોક્સિન છે જે આપણા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને મગજ ઉપર સૌથી વધારે અસર થાય છે. આ ટોક્સિન મગજ માટે ભયંકર સાબિત થઇ શકે તો પણ ના કહી શકાય નહીં. આ ઉપરાંત જે બટેકા વધુ પ્રમાણમાં પોચા હોય અથવા તેની ઉપરની છાલ કરચલીવાળી થઈ ગઈ હોય તો આ પ્રકારના બટેટા ખરીદવા જોઈએ નહીં.

એક વૈજ્ઞાનિક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો આ લીલા રંગના ફક્ત 500 ગ્રામ જ બટેટાનું સેવન કરે તો તેમનું મૃત્યુ પણ થવાની શક્યતા રહેલી છે કેમકે આ તત્વ એટલું બધું ભયંકર છે કે તે તમારી આખી નર્વસ સિસ્ટમને બ્લોક કરી નાખે છે અને નર્વસ સિસ્ટમ બ્લોક થઈ જાય એટલે માણસને પેરેલિસિસ આવી જાય છે અથવા તો માણસ કોમામાં જતો રહે છે અથવા એ માણસના હાથ પગમાં બહેરાશ આવી જાય છે અથવા તો માણસને brain stroke થઈ જવાની પણ શક્યતા વધુ પ્રમાણમાં રહેલી હોય છે.

આયુર્વેદના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તમે બટાકાનું શાક બનાવો છો ત્યારે જો અડધું બટેકુ લીલું હોય અને અડધું બટાકું સારું હોય તો લીલો ભાગ કાઢી નાખો અને સારા બટાકાનો શાક બનાવવામાં ઉપયોગ કરો.

મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને અન્ય મિત્રો સુધી આ જાણકારીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.