ધોરણ 10ની પરીક્ષામાંથી બોર્ડ હટાવવામાં આવશે કે નહી? શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ-10ની પરીક્ષામાં બોર્ડ હટાવવામાં નહીં આવે.

ધોરણ-10 અને ધોરણ-12માં બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ અનુસાર પરીક્ષાના વિષયો પણ વિદ્યાર્થીઓ પસંદ કરી શકશે.

આ ઉપરાંત પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગોની જરૂરિયાત દૂર કરવા સુધારણા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પરીક્ષાના નવા માળખાની રચના કરવામાં આવશે.

બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વિદ્યાર્થીઓ વિષયની પસંદગી કરી શકશે અને વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા એક વિગતવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં હાલની બોર્ડની પરીક્ષા અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દુર કરવા સુધારણા કરાશે.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાના માળખાની પુનઃરચના કરવામાં આવશે.

અને વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના વિષયો પણ પસંદ કરી શકશે.

બોર્ડની પરીક્ષામાં વર્ષ બગાડવાના સંકટને ટાળવા માટે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન બે વખત પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.