નવરાત્રી દરમિયાન ઘરે લઇ આવો આમાંથી કોઈ એક વસ્તુ, ઘર હંમેશને માટે પૈસાથી ભરેલું રહેશે!!

આપણે જાણીએ છીએ કે હમણાં જ થોડા દિવસમાં નવરાત્રિની શરૂઆત થઈ જશે. નવરાત્રિમાં નવ દિવસ એટલે કે માતા દુર્ગાની પૂજાનો પ્રારંભ થઇ રહ્યો છે અને નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

મિત્રો નવરાત્રી દરમિયાન લોકો ઘરમાં કળશની સ્થાપના કરે છે અને વ્રત રાખે છે.

એવું પણ માનવામાં આવે છે કે જો નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓને જો ઘરે લઇ આવવામાં આવે તો માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

ઘરમાં ધનની અછત દૂર કરવા માટે નવરાત્રિમાં મા લક્ષ્મીનું ચિત્ર લગાવવું જોઈએ.

નવરાત્રી દરમિયાન જ માતા લક્ષ્મીનું એવું ચિત્ર લાવો જેમાં તે કમળ ઉપર બિરાજમાન હોય. આ ઉપરાંત હાથમાંથી પૈસાનો વરસાદ થતો હોય.

માતા લક્ષ્મીજીનું પ્રિય ફૂલ કમળ છે એટલે નવરાત્રિમાં કમળનું ફૂલ અથવા તેનાથી સંબંધિત કોઈપણ ચિત્ર ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશને માટે બની રહે છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ચાંદીનો સિક્કો લાવો પણ શુભ માનવામાં આવે છે. મિત્રો જો આ સિક્કા ઉપર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું ચિત્ર હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે શૃંગારની વસ્તુઓ લાવીને પૂજાસ્થાનમાં રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે અને મોટા ભાગના ઘરોની અંદર તુલસીનો છોડ હોય છે જેની સવાર સાંજ પૂજા કરવામાં આવતી હોય છે.

મિત્રો નવરાત્રી દરમિયાન જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રિ દરમિયાન લાવશો તો તે ખૂબ જ શુભ સાબિત થશે ત્યારબાદ તેની યોગ્ય સંભાળ રાખી સાંજના સમયે દીવો પ્રગટાવો આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

શાસ્ત્રોમાં મોરપીંછને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન માતા સરસ્વતીના પ્રિય મોરપીંછને જો ઘરે લાવવામાં આવે અને મંદિરમાં રાખવામાં આવે તો તેના ઘણા બધા ફાયદાઓ થાય છે.

વિદ્યાર્થીઓના રૂમમાં જો મોરના પીછા રાખવામાં આવે તો તેને જ્ઞાન મળે છે, મોરના પીછા લોકર પાસે રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને નકારાત્મક ઉર્જાથી બચી શકીએ છીએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.