નવરાત્રિમાં ગરબે રમવા જતા પહેલાં જાણી લો આ નવા નિયમો : હર્ષ સંઘવી કરી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં કોરોના નું સંક્રમણ ઘટ્યું છે અને તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આપણે જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી નવરાત્રી ઉજવણી નથી થઇ એટલે કે ગરબા રસિકો નવરાત્રિની રાહ જોઇને બેઠા છે કે ક્યારે નવરાત્રી આવે અને ક્યારે ગરબા રમીએ.

મિત્રો આ વખતે ગુજરાતના નવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતીઓ માટે નવરાત્રી આસ્થાનો તહેવાર છે અને આ વખતે CMએ તમામ વિભાગ સાથે વાત કરીને આ નિર્ણય લીધો છે. કોરોનાની ગાઈડલાઈન્સ વચ્ચે આ વર્ષે ગરબા રમાશે.

શેરી ગરબામાં કેટલા લોકો? કેટલા વાગ્યા સુધી?

મિત્રો હર્ષ સંઘવી એ કહ્યું કે શેરી ગરબાનું આયોજન કરી શકાશે પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. શેરી ગરબામાં 400 લોકો સુધી ની છૂટછાટ આપવામાં આવી છે જેમાં કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

કોમર્શિયલ ગરબાને છૂટ આપવામાં આવી નથી અને મહાનગરોમાં બાર વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપવામાં આવી છે.

ગરબા રમવા માટે વેક્સિન જરૂરી છે : હર્ષ સંઘવી

વધુમાં જણાવ્યું છે કે જે લોકો એ વેક્સિન લીધી હોય તે લોકો જ ગરબા રમી શકશે અને જે લોકો નિયમોનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગરબા બાર વાગ્યા સુધી જ રમી શકાશે સાથે તેમણે અન્ય તહેવારોની પણ સારી રીતે ઉજવણી થઇ શકે તે માટે શુભકામના પાઠવી છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં મોટાભાગના લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે અને બીજા ડોઝ માટેની કામગીરી ચાલી રહી છે અને અનેક મહાનગરોમાં તો 100% વેક્સિનેશન પણ થઇ ગયું છે.

તો મીત્રો આવી રીતે જે લોકોએ વેક્સિન લીધી હોય તે જ ગરબા રમી શકશે, ગુજરાતના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નિયમોનુસાર ગરબાના આયોજનો પર પોલીસ પરેશાન નહીં કરે

હર્ષ સંઘવી વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે નવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે દર વર્ષે તે આ વર્ષે નહી ઉજવાય આ સાથે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર પણ આયોજન નહિ કરવામાં આવે અને ગરબાનું આયોજન નિયમોનુસાર કરવામાં આવશે તો પોલીસ કોઈને પરેશાન નહીં કરે જો નિયમોનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.