નટુકાકાની અંતિમયાત્રામાં રડી પડ્યા બધા લોકો, TMKOCની ટીમમાં શોકની લહેર

મિત્રો ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાના નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. આજે તેમના અંતિમ સંસ્કાર હતા જેમાં દિલીપ જોશી. પ્રોડ્યુસર આસિત મોદી અને ભવ્ય ગાંધી તેમજ રાજ અનડકડ સામેલ થયા હતા.

મિત્રો બધાની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા ઘનશ્યામ નાયક એ નટુકાકા નું પાત્ર ભજવીને બધા લોકોનું દિલ જીતી લીધું હતું.

મિત્રો નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક જે ઉત્તર ગુજરાતના વતની છે જેમણે ભવાઈ અને રંગભૂમિ થી પ્રવેશીને હિન્દી ફિલ્મ અને સીરીયલ ની દુનિયામાં નામના મેળવી છે.

મિત્રો તેમણે તેની ફિલ્મી દુનિયામાં 34 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે તેમણે અનિલ કપૂર, સલમાન ખાનથી માંડી ને સની દેઓલ જેવા કલાકારો સાથે પણ કામ કર્યું છે.

તો છેલ્લા 13 વર્ષથી માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશમાં લોકોના દિલમાં વસેલી સીરીયલ  Tarak Mehta Ka Ooltah Chashmah (TMKOC) ના કલાકાર નટુકાકાનું નિધન થતા સમગ્ર ગુજરાતી રંગભૂમિ તેમજ ચલચિત્ર જગત અને હિન્દી ફિલ્મ / ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.

મિત્રો નટુકાકા છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના ઉંઠઈ ગામના વતની હતા. નટુકાકાનો જન્મ 12 મે 1944માં થયો હતો.

મિત્રો ત્રણ મહિના પહેલા નટુકાકાને કેન્સર ડિટેક્ટ થયું હતું પછી તેમણે તેની સારવાર માટે છેલ્લે કિમોથેરાપી લીધી હતી પરંતુ થોડા દિવસની અંદર જ કેન્સર એ ઉથલો મારતા તેમણે ચિરવિદાય લીધી.

મિત્રો તેમણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલા રહેશે અને દર્શકોનું મનોરંજન કરતા રહેશે.

તો મિત્રો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના દિવ્ય આત્માને શાંતિ આપે.

ઓમ શાંતિ Om Shanti

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.