પત્નીના નામે ખોલશો આ ખાતું તો દર મહિને મળશે 44793 રૂપિયા

જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની આત્મનિર્ભર બની જાય છે જેથી તેને કોઈ પણ સ્થિતિમાં તમારા ઘરમાં 1 રેગ્યુલર આવક આવતી થઈ જાય અને ભવિષ્યમાં તમારી પત્નીને પૈસા માટે કોઈ બીજા ઉપર નિર્ભર થવું ન પડે તો આજે જ તેના માટે રેગ્યુલર આવકની વ્યવસ્થા તમે કરી શકો છો જેના માટે તમારે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું જોઈએ.

હવે આપણે જાણીશું કે કેવી રીતે આ યોજનામાં રોકાણ કરી શકાય અને મોટો ફાયદો ઉઠાવી શકાય છે :

તમારી પત્નીના નામે નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજના અંતર્ગત જ્યારે તમારી પત્નીની ઉંમર 60 વર્ષ થશે ત્યારે એક રકમ આપવામાં આવશે અને સાથે જ દર મહીને તેમને પેન્શનના રૂપમાં રેગ્યુલર ઇન્કમ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત એનપીએસ (NPS) એકાઉન્ટ સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલું પેન્શન મળશે. આ યોજનાનો લાભ લઈને તમારી પત્ની 60 વર્ષ બાદ એક રેગ્યુલર આવક મેળવતી થઈ જશે જેથી બીજા ઉપર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.

નેશનલ પેન્શન સ્કીમ એકાઉન્ટમાં પોત પોતાની સુવિધા પ્રમાણે દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરાવી શકો છો.

તમે ફક્ત 1000 રૂપિયાથી પણ પત્નીના નામ ઉપર એનપીએસ એકાઉન્ટ ખોલી શકો છો. આ એનપીએસ એકાઉન્ટ 60 વર્ષની ઉંમરે મેચ્યોર થઈ જાય છે.

નવા નિયમ અંતર્ગત તમે ઈચ્છો તો વાઈફની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી પણ એનપીએસ એકાઉન્ટ ચલાવી શકો છો.

હવે ઉદાહરણથી આપણે સમજીએ…

જો તમારી પત્નીની ઉંમર 30 વર્ષ છે અને તમે તેના એનપીએસ એકાઉન્ટમાં દર મહિને પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરો છો.

હવે જો તેને તે રોકાણ ઉપર વાર્ષિક 10 ટકા રિટર્ન મળે તો 60 વર્ષની ઉંમરમાં તેના એકાઉન્ટમાં કુલ એક કરોડ બાર લાખ રૂપિયા થશે, જેમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળી જશે.

આ ઉપરાંત તેમને દર મહિને 45000 રૂપિયાની આસપાસ પેન્શન મળવા લાગશે અને સૌથી ખાસ વાત તો એ છે કે આ પેન્શન તેમને આજીવન મળતું રહેશે.

એનપીએસ કેન્દ્ર સરકારની એક સોશ્યલ સિક્યુરિટી સ્કીમ છે. આ સ્કીમમાં તમે જે પૈસા રોકાણ કરો છો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી આપે છે.

એનપીએસમાં તમારું રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જો આ સ્કીમ અંતર્ગત તમે પૈસા રોકાણ કરો છો તો તેના પર રીટર્નની કોઈ ગેરન્ટી નથી.

ફાયનાન્સીયલ પ્લાનર્સ અનુસાર એનપીએસ એ શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 10 થી 11 ટકા સુધી રિટર્ન આપ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.