નાસ્ત્રેદમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણી, જો સાચી પડી તો થઈ જશે પૃથ્વીનો વિનાશ!

મિત્રો વિશ્વના મહાન ભવિષ્યવેતા નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાંથી મોટાભાગની સાચી પડી છે.

તેમણે કરેલી આગાહીઓએ દુનિયાને ઉંધી ચિતી કરી નાખી છે.

હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11 ના આતંકવાદી હુમલા, ફ્રેન્ચ ક્રાંતિ, અણુ શસ્ત્રોનો વિકાસ, કુદરતી આફતો, રોગચાળા વગેરે વિશેની તેમની આગાહી સાચી પડી છે.

વર્ષ 2022 માટે પણ આ બંને ભવિષ્યવેત્તાઓએ જે આગાહી કરી છે તે સાચી પડશે તો દેશ અને દુનિયામાં ખતરનાક સ્થિતિ સર્જાશે.

જાણીએ વર્ષ 2022 ની સૌથી ચિંતાજનક આગાહીઓ:

નાસ્ત્રેદમસની આગાહી પ્રમાણે વર્ષ 2022 માં વિશ્વના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વના મૃત્યુની આગાહી કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિના આકસ્મિક મૃત્યુથી એક નવો જ ચહેરો ઊભરી આવશે અને તેનું સ્થાન લેશે.

બાબા વેંગાની આગાહી પ્રમાણે વર્ષ 2022 માં એવા ભયંકર રોગો આવશે જે ઘણા લોકોના જીવ લેશે.

આ ઉપરાંત આ વર્ષમાં કુદરતી આફતો જેવી કે ગંભીર પૂર, સુનામી વગેરે આવશે.

અને આ જ સમયે નાસ્ત્રેદમસ 2022માં જાપાનમાં ભયાનક ભૂકંપની વાત કરી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ ભૂકંપ દિવસે આવે છે તો તે બિનજરૂરી વિનાશ લાવશે.

બાબા વેંગા અને વૈજ્ઞાનિકો દ્વારા પણ સાઇબિરીયામાં બરફમાં દટાયેલા વાઇરસની શોધની આગાહી કરી છે.

વર્ષ 2022 માં દુનિયાના ઘણા દેશોમાં પાણીનું સંકટ ઉભૂ થશે જે માનવ જીવન માટે મોટો પડકાર સાબિત થશે.

નાસ્ત્રેદમસે આગાહી કરી છે કે વર્ષ 2022 માં યુરોપમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉત્પન્ન થશે. ભૂખમરો અને અરાજકતાને કારણે લોકોના મોત પણ થશે.

યુરોપ અને યુકેમાં માઈગ્રન્ટ કટોકટી અને તે માટે એક મોટો રાજકીય મુદ્દો બનવાની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિઓ હિંસા, યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં વધારો કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.