વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી… તો પૃથ્વી ઉપર મચી શકે છે તબાહી!!

વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં નવા નવા સંશોધનો કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે.

અંતરીક્ષના રહસ્યોને ઉકેલવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે, આ ઉપરાંત વૈજ્ઞાનિકો એલિયન્સને લઈને પણ સંશોધન કરી રહ્યા છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અંતરિક્ષમાં એલિયન્સ સાથે સંપર્ક ન કરવો જોઈએ.

જો સંપર્ક કરવામાં આવે તો તે ઘાતક પણ સાબિત થઈ શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે એલિયન્સ સાથે સંપર્ક કરવાનો મતલબ થાય છે કે તેને પૃથ્વી ઉપર રાજ કરવા માટેનુ નિયંત્રણ આપવું.

બ્રહ્માંડના વણ ઉકેલ્યા રહસ્યોને ઉકેલવા માટે અમેરિકાની અંતરિક્ષ એજન્સી જેમ્સ વેબ ટેલિસ્કોપને અંતરિક્ષમાં લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પ્રકારના ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં લાખો કિલોમીટર દૂર સુધી જોઈ શકશે અને અંતરિક્ષના રહસ્યો પરથી પડદો ઉઠાવી શકશે.

હાલમાં અંતરિક્ષમાં હબલ ટેલિસ્કોપ સક્રિય છે પરંતુ આ ટેલિસ્કોપ હબલ ટેલિસ્કોપ કરતા પણ 100 ગણું વધુ તાકાતવાર બનશે અને ઘણા વૈજ્ઞાનિકો આ ટેલિસ્કોપને લઈને ડર દર્શાવી રહ્યા છે.

ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે નાસાનું આ શક્તિશાળી James Webb Telescope થી અંતરિક્ષના એલીયન પરેશાન થઈ શકે છે.

કેમકે એલિયન્સ હાલમાં માણસના અસ્તિત્વ વિષે જાણતા નથી.

જો તેમને આ ટેલિસ્કોપની મદદથી જાણ થશે અથવા એલિયન્સનો સંપર્ક કરવામાં આવશે તો તેને આ અંગેની જાણ થઈ જશે જે ભવિષ્યમાં માનવ સંસ્કૃતિ માટે અને પૃથ્વી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકો માને છે કે આ ટેલિસ્કોપથી હજારો ગ્રહોને જોઈ શકાશે પરંતુ અંતરિક્ષમાં રહેતા જીવો સુધી પહોંચવામાં સાવધાની રાખવી પડશે.

વૈજ્ઞાનિકો કહે છે કે આ ટેલિસ્કોપની મદદથી આપણે એકબીજાની સભ્યતા સાથે સંપર્ક કરી શકીએ છીએ અને ઘણા એમ પણ કહે છે કે આ પ્રયત્ન ઘાતક સાબિત થઈ શકે છે.

સર્વોચ્ચ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે એલિયન્સ સાથે સંપર્ક ના કરી શકીએ. નાસાનું આ ટેલિસ્કોપ પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિલોમીટર દૂર ચક્કર લગાવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.