નર્મદા નદીમાં જોવા મળ્યો મોટો ચમત્કાર : ચમત્કાર જોવા લોકો થયા એકઠા

મિત્રો કળિયુગમાં પણ અત્યારે ચમત્કાર થાય છે.

આપણે જાણીએ છીએ કે રામાયણકાળમાં લંકા સુધી પહોંચવા માટે ભગવાન શ્રીરામે તરતા પથ્થરનો સહારો લીધો હતો ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ચમત્કાર જોવા મળ્યો છે.

નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે. આ પથ્થરનું વજન સાડા ચાર કિલો છે અને જેને નદીમાં તરતો દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોએ આ વાતને ચમત્કાર ગણ્યો છે.

આ ચમત્કારની વાત સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી.

કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલું છે જેમાં ત્રણ લોકો માછીમારી કરવા માટે ગયા હતા ત્યાં તેમણે નદીમાં એક વજનદાર વસ્તુ તરતી જોવા મળી.

ધ્યાનથી જોયું તો ખબર પડી કે તે પથ્થર હતો જેનું વજન લગભગ સાડા ચાર કિલોની આસપાસ હતું.

આ ત્રણેય માછીમારો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આટલો મોટો વજનદાર પત્થર પાણીમાં કઈ રીતે કરી રહ્યો છે?

પછી તેણે આ વસ્તુને ફરીથી ચકાસવા માટે નદીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો પરંતુ પથ્થર ડૂબ્યો નહીં ત્યારબાદ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા આ માછીમારો પથ્થરને ગામમાં લઈ આવ્યા હતા.

આ તરતા પથ્થરની વાત થોડા સમયમાં લોકોમાં અને આજુબાજુના ગામોમાં પ્રસરી ગઇ જેથી મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા.

આ પ્રકારનો કિસ્સો લોકોએ રામાયણમાં થયો હોવાનું સાંભળ્યું હતું પરંતુ પોતાની નજરે તો પ્રથમ વખત જોઈ રહ્યા હતા.

આખરે આ પથ્થરને લોકોએ નર્મદા માતાજીના મંદિરમાં મૂકી દીધો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આને જોવા માટે મંદિરમાં આવી રહ્યા છે.

અને આ પથ્થરનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર ગણી રહ્યા છે.

મિત્રો આ પથ્થર વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતીને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. જય નર્મદા મૈયા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.