રાજકારણમાં ઉથલપાથલ : નરેશ પટેલ જોડાયા કોંગ્રેસમાં? જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે નરેશ પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી વચ્ચે થોડા મહિના પહેલાં જ મુલાકાત થઇ હતી જેમાં મધ્યસ્થી તરીકે અશોક ગહેલોતની  મહત્વની ભૂમિકા રહી હોવાનું સામે આવ્યું છે.

2017 માં પણ ગુજરાતની સક્રિય રાજનીતિમાં નરેશ પટેલને લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ અશોક ગહેલોતના કહેવાથી જ નરેશ પટેલને મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઉપરાંત એવી માહિતી પણ સામે આવી રહી છે કે મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે.

નરેશ પટેલે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મને બોલાવી રહ્યા છે પરંતુ હાલ રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી પરંતુ જો સમાજ આદેશ કરશે તો મારે રાજકારણમાં આવવું પડશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ જ નક્કી કરશે, નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાખવાનું હોય છે.

થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે બંધ બારણે તેમની મુલાકાત લીધી હતી.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે નરેશભાઇ પટેલે રાજકારણમાં આવવું જોઈએ કે નહીં અને જો આવે તો કયા પક્ષમાં જોડાવું જોઈએ? કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.