મૃગશીર્ષ નક્ષત્ર : ગધેડા ઉપર સવાર થઈને તોફાની પવન સાથે લાવશે વરસાદ, જુઓ લોકવાયકા શું કહે છે?

મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર વિષે એક લોકવાયકા પ્રચલિત છે :

“મગશરા વાયા તો આદ્રા મે આયા, વરશે આદ્રા તો બારેમાસ પાધરા”

એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ જ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો.

મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર તારીખ 8/6/2022 થી બેસે છે, સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ 12:40 થી થશે આ નક્ષત્ર 21/6/2022 સુધી ચાલશે.

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે અને આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જ્યાં વરસાદ પડે ત્યાં વાવણીલાયક વરસાદ પણ પડી જતો હોય છે અને આ નક્ષત્ર દરમિયાન બપોર પછી જ વરસાદની એક્ટિવિટી શરૂ થતી હોય છે.

એવું કહેવાય છે કે જો મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થઈ જાય તો ખેતીના પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો ભીમ અગિયારસ પહેલા વાવણીનો વરસાદ થઈ જાય તો ખેડૂતો તેને સોના સમાન ગણાતો હોય છે.

આ વર્ષે ભીમ અગિયારસ 10 તારીખે આવે છે, જોકે 10 તારીખ પહેલા ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી થઇ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે ગઇકાલથી જ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે.

મિત્રો 8 તારીખથી લઇને 14 તારીખ વચ્ચેની વાત કરવામાં આવે તો દરરોજ બપોર પછી વરસાદી વાતાવરણ સર્જાય છે જેનો સૌથી વધારે લાભ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને થશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્ય ગુજરાતમાં કોઈ કોઈક વિસ્તારમાં વાવણી લાયક વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ગરમીમાં રાહત મળશે અને આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.

મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.