ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ જિલ્લાઓના ખેડૂતોને પણ મળશે સહાય

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.

સરકાર દ્વારા ખેડૂતોને નુકસાની સહાય ચુકવવામાં આવી રહી છે ત્યારે સરકારે વધુ 6 જીલ્લાઓનો આમાં સમાવેશ કર્યો છે.

અતિવૃષ્ટિથી પાક નુકસાની થયેલી હોય તેવા ચાર જિલ્લાઓમાં સર્વે પૂર્ણ કરીને સહાય ચૂકવવાની શરૂ કરી દીધી છે.

આ ચાર જિલ્લામાં જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ 4 જિલ્લામાં 15 હજારથી વધુ ખેડૂતોને 32 કરોડની સહાય ખાતામાં ચુકવી દેવામાં આવી છે.

ત્યારબાદ બીજા 7 જિલ્લામાં સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે અને સહાય ચૂકવવાની હજુ બાકી છે જેમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સરકાર દ્વારા વધુ 6 જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, કચ્છ, ગીર સોમનાથ અને આણંદનો સમાવેશ થાય છે. આ 6 જિલ્લામાં ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે.

જે 4 જિલ્લામાં સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે તેમાં કુલ 23 તાલુકા માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.

જામનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે તેના માટે સરકારે ખેડૂતોને રાહત પેકેજ આપ્યું છે.

અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા અથવા તેનાથી વધારે નુકસાન થયું છે તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટર દીઠ 13000 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે.

આ સહાયની અંદર એસડીઆરએફના ધોરણો મુજબ બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 6800 રૂપિયા અપાશે બાકીની તફાવતની રકમ રૂપિયા 6200 બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકારના બજેટમાંથી આપવામાં આવશે.

SDRFના ધારાધોરણો મુજબ જે ખેડૂતોને 5000 કરતા ઓછી રકમ ચૂકવવા પાત્ર હોય તેને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ખાતા દીઠ આપવામાં આવશે આમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાં ચૂકવવામાં આવશે.

બાકી રહેલા 13 જીલ્લાની અંદર ટૂંક સમયમાં સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે આવી રીતે કુલ 17 જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનની સહાય મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.