મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભયાનક આગ, લાખો રૂપિયાનો કપાસ બળીને ખાખ | જુઓ વિડિયો

મિત્રો હાલમાં ગુજરાતના બધા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધૂમ આવક ચાલુ થઈ ગઈ છે અને કપાસનો ભાવ પણ હાલમાં સામાન્ય રીતે ૧૮૦૦ની ઉપર ચાલી રહ્યો છે.

આ સમયગાળામાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી છે.

આ આગ મુખ્યત્વે કપાસમાં લાગી છે જેથી લાખો રૂપિયાનો કપાસ બળીને રાખ થઈ ગયો છે.

તમે ફોટામાં જોઈ શકો છો કે કેવી ભયંકર આગ લાગી છે. આ આગ લાગતા જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુજાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણો કપાસ બળી ગયો હતો.

કપાસમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા આજુબાજુના ગામ સુધી દેખાયા હતા.

કયા કારણસર આ આગ લાગી હતી તેની માહિતી હજુ સુધી બહાર આવી નથી.

આ આગનો સંપૂર્ણ વિડિયો જુઓ:

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.