ભૂકંપ સાથે કુદરતી આપત્તિઓનો કહેર, માણસ થયા પરેશાન

મિત્રો ખરેખર ગુજરાતની માઠી દશા બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમકે એક સાથે ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે.

આ કુદરતી ફેરફારોની અંદર એક તરફ આકાશમાંથી પાણી વહી રહ્યું છે એટલે કે માવઠાનો માર સહન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે એટલે કે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે ભૂકંપની આફત આવીને ઉભી રહી ગઇ છે.

ગઈ મોડીરાત્રે 11:30 મોરબીમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ ભૂકંપના આંચકાને કારણે લોકો ડરી ગયા હતા અને સમગ્ર મોરબીમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

રિક્ટર સ્કેલ પર મોરબીથી 35 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.

જોકે હળવા આંચકા અનુભવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ ભૂકંપના આંચકાને કારણે લોકો ડરના માર્યા મોડી રાત્રે ઘરની બહાર નીકળી ગયા હતા.

આ ભૂકંપને કારણે કોઈ મોટા પ્રમાણમાં નુકસાન થયું નથી.

એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ આ પ્રકારના ભૂકંપના આંચકા અનુભવાયા છે જેને કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા.

જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન્ન થવાને કારણે આંચકાઓ અનુભવાયા છે.

તો આવી રીતે કુદરત પણ હવે માણસથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે.

મિત્રો આ કુદરતી આફતો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.